હવે એક દિવસમાં ફક્ત 100 SMS મોકલી શકાશે

ટ્રાઇએ પોતાના જૂના આદેશની ટીકા બાદ એસએમએસની મર્યાદા પર કોઇ પ્રતિબંધ લગાવ્યો ન હતો, પરંતુ ભાવ વધારી દિધાં હતા. ગત વખતે ટ્રાઇએ એક દિવસમાં વધુમાં વધુ 200 એસએમએસની મર્યાદા નક્કી કરી હતી, જેના કારણે તેને આકરી ટીકાનો સામનો કરવો પડ્યો હતો અને પોતાનો આદેશ પાછો ખેંચવો પડ્યો હતો.
આ વખતે ટ્રાઇએ વચગાળાનો રસ્તો શોધી કાઢ્યો છે. અનરજિસ્ટર્ડ કંપનીઓ ડિસ્કાઉન્ટ એસએમએસ પેક અને ઓફરનો લાભ ઉઠાવીને પ્રમોશનલ મેસેજ મોકલે છે. નવા નિયમોથી તેમના પર કંટ્રોલ કરી કરી શકાશે. સ્પેમ મેસેજની ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ નવા નિયમોથી રાહત મળશે નહી તો આકરા પગલાં ભરવામાં આવશે.
ટ્રાઇના આ નવા નિયમને તમામ મોબાઇલ ઓપરેટર કંપનીઓએ સમર્થન પુરું છે. સેલ્યુલર ઓપરેટર એસોસિએશનના પ્રેસિડેન્ટ રાજન મૈથ્યૂઝનું કહેવું છે કે આ નવી ગાઇડલાઇનથી મોબાઇલ ઇન્ડ્રસ્ટ્રીઝ સહમત છે, તેને લાગૂ કરવા માટે પુરી મદદ કરવામાં આવશે.
સ્પેમ મેસેજ અને કોલ્સની સમસ્યા પર નિયંત્રણ લાદવામાં ટ્રાઇના જૂના પ્રયત્નો સફળ રહ્યાં નથી. ટ્રાઇએ 'ડૂ-નોટ-ડિસ્ટર્બ' સ્કીમ શરૂ કરી હતી પરંતુ તેમાં ફોન નંબર રજિસ્ટર કરાવ્યા છતાં ઉપભોક્તાઓને અનઇચ્છનિય એસએમએસ અને કોલ્સ આવતાં હતાં.
ગત અઠવાડિયે કપિલ સિબ્બલે પોતે સ્વિકાર્યું હતું કે અનઇચ્છનિય કોલ્સ અને મેસેજથી તે પણ પરેશાન છે. આ મુદ્દે સંસદમાં પણ નેતાઓ ચિંતા વ્યક્ત કરી ચૂક્યાં છે.












Click it and Unblock the Notifications
