For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'2015 સુધીમાં ડીઝલ પરથી સબસિડી ખતમ થઇ જશે'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

petrol-pump
નવી દિલ્હી, 8 ફેબ્રુઆરી: આયોજન પંચે આજે કહ્યું હતું કે ડીઝલના ભાવમાં થનારા વધારાથી ડીઝલના વેચાણ પર ઓઇલ કંપનીઓને થનાર નુકસાન 2015 સુધી ખતમ થઇ જશે.

આયોજન પંચના ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહ અહલૂવાલિયાએ ગુરૂવારે 'ભારત ઉર્જા કોંગ્રેસ'માં કહ્યું હતું કે ડીઝલમાં સબસિડી સમાપ્ત થવા તરફ આગળ વધી રહી છે અને 2015 સુધી ડીઝલના ભાવમાં હાલની સબસિડીનો મોટો ભાગ સમાપ્ત થઇ જશે. સરકારે તાજેતરમાં ડીઝલના ભાવના ભાવ આંશિક રીતે નિયંત્રણ મુક્ત કર્યા છે, તે મુજબ ઓઇલ કંપનીને દર મહિને ડીઝલના ભાવમાં 40થી50 પૈસા પ્રતિ લિટર વધારવાની પરવાનગી આપી છે. ઓઇલ કંપનીઓને ડીઝલના હાલના વેચાણમાં લગભગ 10 પૈસાનું નુકસાન થઇ રહ્યું છે.

મોન્ટેક સિંહ અહલૂવાલિયાએ સ્વિકાર્યું છે કે આ દુનિયામાં ઉર્જા સંસોધનોની વ્યવસ્થા કરવી મોટો પડકાર છે. તેમને કહ્યું હતું કે ધનીક દેશ ઉર્જા ઉત્પાદનોના મુદ્દે સબસિડીનો બોજો ઉઠાવી શકે છે કારણ કે તેમને વધુ ધનિકો થવાની કોઇ સમસ્યા નડશે નહી, પરંતુ જ્યાં સુધી ગરીબ દેશોનો મુદ્દો છે તે ધનીક બનવા માંગતા નથી, માટે તેને સતત ચાલું રખાય તેમ નથી.

મોન્ટેક સિંહ અહલૂવાલિયાએ કહ્યું હતું કે રાજકીયરૂપથી આ કહેવું (ડીઝલના ભાવ વધારવા સંબંધી) ઘણું મુશ્કેલીભર્યું કામ છે. તેમને કહ્યું હતું કે આપણે ઉર્જાને એક અલગ મુદ્દો માની શકીએ નહી. આપણે વિજળી, કોલસો, ગેસ બધાને એક સાથે લઇને ચાલવું પડશે. ઉર્જા ક્ષમતાનો વધુ સારો ઉપયોગ કર્યા વિના ઉર્જાની સારી વ્યવસ્થા કરવી મુશ્કેલ થશે. તેમને કહ્યું હતું કે સરકાર શેલ ગેસ અને બીજા ક્ષેત્રોમાં સંભાવનાઓ શોધી રહી છે, જો કે આ ક્ષેત્રમાં શરૂઆતી અંદાજો લગાવવો સારો નથી.

English summary
Montek Singh Ahluwalia said: “Diesel is on a progressive elimination of subsidies and by mid-2015, present under pricing of diesel will be removed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X