For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં બેરોજગારી વધી, જાણો રાજ્યોના શું છે હાલ?

એક તરફ દેશની અર્થવ્યવસ્થા ઝડપથી સુધરી રહી છે અને દેશનું GST કલેક્શન નવી ઊંચાઈએ પહોંચી રહ્યું છે, ત્યારે બીજી તરફ દેશમાં બેરોજગારીની સમસ્યા ઘટવાને બદલે વધી રહી છે.

|
Google Oneindia Gujarati News

એક તરફ દેશની અર્થવ્યવસ્થા ઝડપથી સુધરી રહી છે અને દેશનું GST કલેક્શન નવી ઊંચાઈએ પહોંચી રહ્યું છે, ત્યારે બીજી તરફ દેશમાં બેરોજગારીની સમસ્યા ઘટવાને બદલે વધી રહી છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, એપ્રીલ મહિનામાં દેશમાં બેરોજગારીનો દર વધીને 7.83 ટકા થઈ ગયો છે.

ગ્રામીણ વિસ્તારોમાં ઓછી છે બેરોજગારી

ગ્રામીણ વિસ્તારોમાં ઓછી છે બેરોજગારી

નોંધનીય છે કે, ગત મહિને એટલે કે માર્ચમાં દેશનો બેરોજગારી દર 7.60 ટકા હતો. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી દ્વારા જાહેરકરવામાં આવેલા આંકડામાં આ વાત સામે આવી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એપ્રીલ મહિના દરમિયાન પણ શહેરી વિસ્તારબેરોજગારીમાં વધારાના મામલામાં આગળ રહ્યો છે. મતલબ કે શહેરોની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારી ઘટી છે.

આંકડાઅનુસાર, શહેરોમાં બેરોજગારીનો દર માર્ચમાં 8.28 ટકાથી વધીને 9.22 ટકા થયો છે. આવા સમયે ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દરમાર્ચમાં 7.29 ટકાથી ઘટીને એપ્રીલમાં 7.18 ટકા પર આવી ગયો છે.

મંદ માગ અને ફુગાવાની અસર

મંદ માગ અને ફુગાવાની અસર

CMIE અનુસાર, દેશના વિવિધ રાજ્યોની વાત કરીએ તો હરિયાણામાં સૌથી વધુ બેરોજગારી દર છે. જ્યારે બીજા નંબરે રાજસ્થાનનું નામઆવે છે. હરિયાણામાં તે 34.5 ટકા અને રાજસ્થાનમાં 28.8 ટકા નોંધાયું છે. અર્થશાસ્ત્રીઓના મતે, સુસ્ત સ્થાનિક માગ અને વધતી કિંમતોવચ્ચે આર્થિક રિકવરીની ધીમી ગતિએ રોજગારીની તકોને અસર કરી છે. નોંધપાત્ર રીતે, માર્ચમાં ગ્રાહક ફુગાવો 6.95 ટકાના 17 મહિનાનાઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.

મજૂરોની ભાગીદારી પણ ઘટી

મજૂરોની ભાગીદારી પણ ઘટી

મુંબઈ સ્થિત CMIE રોજગારના આંકડા તેમજ શ્રમ સહભાગિતા પર નજીકથી નજર રાખે છે અને તેના આંકડા જાહેર કરે છે. જાહેરકરાયેલા અહેવાલ મુજબ શ્રમ સહભાગિતામાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે, દેશના કામદારોમાં નોકરીશોધનારાઓનો દર માર્ચ 2019 માં 43.7 ટકાની સરખામણીએ માર્ચ 2022 માં ઘટીને 39.5 ટકા થયો હતો. આ પુષ્ટિ કરે છે કે, મોટીસંખ્યામાં વ્યાવસાયિકોએ નોકરી શોધવાનું બંધ કરી દીધું છે.

English summary
Unemployment rises in India, know what is state situation now?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X