7મું પગારપંચઃ બજેટ 2019માં 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર
લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે પોતાના છેલ્લા બજેટ 2019માં દરેક વર્ગને ખુશ કરવાની કોશિશ કરી છે. પોતાના અંતિમ બજેટમાં નાણામંત્રી પિયુષ ગોયલે કેન્દ્રીય કર્મચારીઓ વિશે ઘણી વાતો કહી.
લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે પોતાના છેલ્લા બજેટ 2019માં દરેક વર્ગને ખુશ કરવાની કોશિશ કરી છે. પોતાના અંતિમ બજેટમાં નાણામંત્રી પિયુષ ગોયલે કેન્દ્રીય કર્મચારીઓ વિશે ઘણી વાતો કહી. તેમણે પોતાના બજેટ ભાષણ દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓ અને નોકરિયાત લોકોને ધ્યાનમાં રાખીને ઘણી ઘોષણાઓ કરી. તેમણે કહ્યુ કે તેમની સરકાર કેન્દ્રીય કર્મચારીઓનું વિશેષ ધ્યાન રાખે છે. તેમણે કહ્યુ કે સાતમાં પગાર પંચની ભલામણોને તરત જ લાગુ કરવામાં આવશે.

બજેટમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે શું?
કેન્દ્રીય કર્મચારીઓ અંગે નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં ઘોષણા કરી. તેમણે કહ્યુ કે સાતમાં પગાર પંચની ભલામણો લાગ થશે. મોદી સરકારે સૈનિકોને અપાતુ બોનસ 3500 રૂપિયાથી વધારીને 7000 રૂપિયા કર્યુ. તેમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યુ કે કેન્દ્ર સરકારે 21000 રૂપિયા સુધીનો પગાર મેળવતા કર્મચારીઓને 7000 રૂપિયા બોનસ આપવાની ઘોષણા કરી. ગ્રેજ્યુટીની સીમા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરી.

પેન્શન સ્કીમ યોજના સરળ, ગ્રેજ્યુટીની સીમા વધારાઈ
સરકારે નોકરિયાત લોકોને રાહત આપીને ગ્રેજ્યુટીની સીમાને 10 લાખ રૂપિયાતી વધારીને 20 લાખ રૂપિયા કરી દીધી. સરકારી કર્મચારીઓ માટે પેન્શન સ્કીમને સરળ બનાવી. એટલુ જ નહિ પીએફ પર 6 લાખ રૂપિયાનો વીમો આપવામાં આવ્યો છે. સરકારે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ 100 રૂપિયા પ્રતિ માસના અંશદાન પર 3000 રૂપિયા માસિક પેન્શન મળશે. આ યોજનાનો લાભ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરોને મળશે.

નોકરિયાત લોકો માટે મોદી સરકારની ભેટ
નાણામંત્રી પિયુષ ગોયલ નોકરિયાત લોકો માટે રાહતની ઘોષણા કરી. આવકવેરાની મર્યાદા 5 લાખ કરવામાં આવી. સરકારે સ્ટાન્ડર્ડ ડિડક્શન 40 હજારથી વધારીને 50 હજાર કરી દીધુ. 5 લાખ રૂપિયાથી ઉપરનાને એક વર્ષમાં 13 હજાર સુધીનો ફાયદો મળશે. સરકારના આ નિર્ણયથી 3 કરોડ લોકો ટેક્સની સીમામાંથી બહાર થઈ ગયા. સેલેરી ક્લાસને 7 લાખ સુધીની આવક પર ટેક્સ નહિ.












Click it and Unblock the Notifications
