For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Union Budget 2020 બાદ લાગશે ઝટકો, મોબાઈલ સહિત આ 50 વસ્તુઓ થશે મોંઘી, જાણો કારણ

આવનારા દિવસોમાં મોબાઈલ હેન્ડસેટ સહિત ઘણી જરૂરી વસ્તુઓ મોંઘી થઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

મોદી સરકાર પોતાનુ આગામી બજેટ 1 ફેબ્રુઆરી 2020ના રોજ રજૂ કરવાની છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશ સામે સરકારના ખર્ચની વિગતો આપશે. નાણામંત્રી દ્વારા રજૂ કરાનાર આ બજેટથી લોકોને ઘણી આશાઓ છે. લોકોને આશા છે કે સરકાર તેમને વધતી મોંઘવારીમાંથી રાહત આપશે. આવકવેરાના સ્લેબમાં ફેરફાર થશે પરંતુ બજેટ બાદ તમને ઝટકાની પણ અપેક્ષા છે.

pm modi

બજેટ બાદ મોંઘી થશે આ વસ્તુઓ

આવનારા દિવસોમાં મોબાઈલ હેન્ડસેટ સહિત ઘણી જરૂરી વસ્તુઓ મોંઘી થઈ શકે છે. માનવામાં આવી રહ્યુ છે કે સરકાર ઘરેલુ ઈન્ડસ્ટ્રીને બુસ્ટ આપવા માટે કમસે કમ 50 આઈટમ પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારી શકે છે.આના માટે તૈયારી કરી લેવામાં આવી છે. જો સરકાર બજેટમાં ઈમ્પોર્ટ ડ્યુટી વધારવાનો નિર્ણય કરે છે તો પછી આ વસ્તુઓની કિંમતોમાં વધારો નક્કી છે. આ આઈટમ્સમાં ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રીકલ ગુડ્ઝ, કેમિકલ્સ અને હેન્ડીક્રાફ્ટ આઈટમ શામેલ છે.

સરકાર ઉઠાવી શકે છે આ પગલુ

વાસ્તવમાં સરકાર ચીનથી લગભગ 5600 કરોડ ડૉલરના થનાર સસ્તી આયાતથી ઘરેલુ ઈન્ડસ્ટ્રીને રાહત આપવા માટે આ પગલુ ઉઠાવી શકે છે. માનવામાં આવી રહ્યુ છે કે નાણામંત્રી 1 ફેબ્રુઆરીના રોજ સરકાર આ બાબતે જાહેરાત કરી શકે છે. ઈમ્પોર્ટ ડ્યુટી વધારવાથી 50 આઈટમ મોંઘી થશે. મોબાઈલ ફોન ચાર્જર, ઈન્ડસ્ટ્રીયલ કેમિકલ, લેમ્પ, લાકડાનુ ફર્નિચર, કેન્ડલ, આર્ટિફિશયિલ જ્વેલરી અને હેડીક્રાફ્ટની આઈટમો મોંઘી થઈ શકે છે. આ સાથે જ મોબાઈલ ફોનની કિંમતોમાં વધારો થઈ શકે છે. માનવામાં આવી રહ્યુ છે કે સરકાર એ બધી પ્રોડ્કટ 5-10 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી વધારવાનો નિર્ણય કરી લીધો છે. સરકરાનુ માનવુ છે કે ઈમ્પોર્ટ ડ્યુટી વધારવાથી ઘરેલુ ઉત્પાદકોને વેપારમાં બરાબરીનો મોકો મળશે. વળી, ચીનથી થતી સસ્તી આયાત પર અંકુશ લાગશે જેનો ઘરેલુ ઉત્પાદકોને મળશે.

આ પણ વાંચોઃ ખુશખબરીઃ ભારતના પર્યટન સ્થળ ફરનારા પ્રવાસીઓનો ખર્ચ ઉઠાવશે સરકાર, જાણો કેવી રીતે મેળવશો લાભઆ પણ વાંચોઃ ખુશખબરીઃ ભારતના પર્યટન સ્થળ ફરનારા પ્રવાસીઓનો ખર્ચ ઉઠાવશે સરકાર, જાણો કેવી રીતે મેળવશો લાભ

English summary
Union Budget 2020: These 50 Items along with Mobile Handset will Costlier after Budget.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X