For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Union Budget 2021: મોદી સરકારના 8 બજેટ, ક્યાંક મળી રાહત તો ક્યાં વધ્યો બોજો

Union Budget 2021: મોદી સરકારના 8 બજેટ, ક્યાંક મળી રાહત તો ક્યાં વધ્યો બોજો

|
Google Oneindia Gujarati News

Union Budget 2021: પહેલી ફેબ્રુઆરીએ રજૂ થનાર બજેટ 2020-21 મોદી સરકારના બીજા કાર્યકાળનું ત્રીજું બજેટ રજૂ થશે. મોદી સરકારના પહેલા કાર્યકાળમાં તાત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ પાંચ વખત બજેટ રજૂ કર્યું હતું. પછી 2019માં લોકશભા ચૂંટણી થવાના કારણે 2019માં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું અને પછી જુલાઈ 2019માં ફુલ જનરલ બજેટ રજૂ કરવામાં આવ્યું. 2014માં નરેન્દ્ર મોદી પહેલીવાર કેન્દ્રની સત્તામાં આવ્યા બાદથી અત્યાર સુધી બજેટમાં ટેક્સપેયર્સ માટે કેટલાંય મોટા એલાન થઈ ચૂક્યાં છે. પછીતે હોમ લોનના વ્યાજ પર એડિશનલ ડિડક્શનની રાહત હોય, રિબેટ વધવી હોય અથવા તો વૈકલ્પિક ટેક્સ સ્લેબની રજૂઆત. ત્યારે આવો જાણીએ મોદી સરકારે વર્ષ 2014થી અત્યાર સુધી સામાન્ય લોકો માટે પોતાના બજેટના પિટારામાંથી શું શું કાઢ્યું...

મોદી સરકારનું પહેલું બજેટ

મોદી સરકારનું પહેલું બજેટ

2014માં લોકસભા ચૂંટણી થવાના કારણે ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ થયું હતું. પછી મોદી સરકાર સત્તામાં આવી અને તત્કાલીન નાણા મંત્રી અરુણ જેટલીએ જુલાઈમાં સામાન્ય બજેટ રજૂ કર્યું. 2014ના ફુલ બજેટમાં બેઝિક ટેક્સ છૂટ સીમાને 2 લાખથી વધારીને 2.5 લાખ રૂપિયા કરી દેવામાં આવી. વરિષ્ઠ નાગરિકો માટે આ સીમા 2.5 લાખ રૂપિયાથી વધારીને 1.5 લાખ રૂપિયા કરી દેવામાં આવી. સેક્શન 24 અંતર્ગત હોમ લોનના વ્યાજ પર ટેક્સ છૂટની સીમા 1.5 લાખ રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા થઈ ગઈ.

બજેટ 2015

બજેટ 2015

  • સેક્શન 80CCD(1b) અંતર્ગત NPSમાં રોકાણ પર 50 હજાર રૂપિયાના ટેક્સ છૂટની ઘોષણા કરવામાં આવી. સેક્શન 80C અને 80CCD(1b) મિલાવી હવે 2 લાખ રૂપિયાના ટેક્સ છૂટનો લાભ મળવા લાગ્યો.
  • સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ પર મળતા વ્યાજને ટેક્સ ફ્રી કરવામાં આવ્યું.
  • ઈન્ડિવિઝ્યુઅલ્સ માટે હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયર પર ટેક્સ ડિડક્શન લિમિટ 15 હજાર રૂપિયાથી વધારી 25 હજાર રૂપિયા થઈ ગઈ. વરિષ્ઠ નાગરિકોના મામલામાં આ સીમા 20 હજાર રૂપિયાથી વધારી 30 હજાર રૂપિયા થઈ ગઈ છે.
  • સેલેરીડ ક્લાસની ટ્રાંસપોર્ટ અલાઉંસ લિમિટ 800 રૂપિયાથી વધારી 1600 રૂપિયા પ્રતિ માસ કરી દેવામાં આવ્યો.
  • 1 કરોડ રૂપિયાથી વધુની વાર્ષિક આવકવાળા ઈન્ડિવિઝ્યૂઅલ્સ પર સરચાર્જ 10 ટકાથી વધારી 12 ટકા કરી દેવામાં આવ્યો.
  • વેલ્થ ટેક્સ ખતમ કરી દેવામાં આવ્યો.
બજેટ 2016

બજેટ 2016

  • 5 લાખથી ઓછી આવકવાળા ટેક્સ રિબેટ 2000થી વધારી 5000 રૂપિયા કરી દેવામાં આવ્યા.
  • નવા હોમ બાયર્સને 35 લાખ રૂપિયા સુધીની લોન પર ચૂકવવામાં આવતા વ્યાજ માટે એડિશનલ 50 હજાર રૂપિયાની ટેક્સ છૂટ આપવામાં આવી. ઘરનું કરિયાણું આપનારા માટે સેક્શન 80GG અંતર્ગત ટેક્સ છૂટને 24000થી વધારી 60,000 રૂપિયા કરવામાં આવી.
  • 1 કરોડ રૂપિયાથી વધુની વાર્ષિક આવકવાળા ઈન્ડિવિઝ્યૂઅલ્સ પર સરચાર્જ 3 ટકા વધારી 15 ટકા કરી દેવામાં આવ્યો.
બજેટ 2017

બજેટ 2017

  • 2.5 લાખથી 5 લાખ રૂપિયા સુધીની આવક માટે ઈનકમ ટેક્સ રેટ 10 ટકા ઘટાડી 5 ટકા કરી દેવામાં આવી.
  • તમામ ટેક્સપેયર્સને 12500 રૂપિયાનો ટેક્સ રિબેટ આપવામાં આવ્યો.
  • 50 લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયાની વાર્ષિક આવકવાળાઓ પર 10 ટકા સરચાર્જનું પ્રાવધાન કરવામાં આવ્યું.

Farmers Protest: વાતચીત પહેલા ટિકેત બોલ્યા, 'સ્વામીનાથન રિપોર્ટ લાગુ કરે સરકાર'Farmers Protest: વાતચીત પહેલા ટિકેત બોલ્યા, 'સ્વામીનાથન રિપોર્ટ લાગુ કરે સરકાર'

બજેટ 2018

બજેટ 2018

મોદી સરકારમાં નાણામંત્રી તરીકે અરુણ જેટલીએ છેલ્લે 2018-19નું બજેટ રજૂ કર્યું હતું. જેમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન પરત લેવામાં આવ્યું.

  • સેલેરીડ ઈન્ડિવિઝ્યૂઅલ્સ માટે 40000 રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શનને પરત લેવામાં આવ્યું. જો કે આના બદલામાં 15000 રૂપિયાના મેડિકલ રિઈંબર્સમેન્ટ અને 19200 રૂપિયાના ટ્રાન્સપોર્ અલાઉંસ પર ટેક્સ છૂટ ખતમ કરી દેવામા આવી. ઈક્વિટીઝથી 1 લાખ રૂપિયાથી વધુના લોન્ગ ટર્મ કેપિટલ ગેન્સ પર 10 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો.
  • 3 ટકાથી સેસ વધારીને 4 ટકા કરી દેવામાં આવ્યો.
  • સીનિયર સિટીઝન્સની 50000 રૂપિયા સુધીની ઈન્ટરેસ્ટ ઈનકમને ટેક્સ છૂટ આપવામાં આવી, પહેલાં આ સીમા 10,000 રૂપિયા હતી આ ઉપરાંત સીનિયર સિટીઝન્સ માટે સેક્શન 80D અંતર્ગત 50 હજાર રૂપિયા સુધી મેડિકલ ખર્ચ પર ટેક્સ છૂટ ક્લેમ કરવાની સુવિધા આપવામાં આવી.
વચગાળાનું બજેટ 2019

વચગાળાનું બજેટ 2019

  • ટેક્સ રિબેટની લિમિટ 2500 રૂપિયાથી વધારીને 12500 રૂપિયા કરી દેવામાં આવી. જેને પગલે 5 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી થઈ ગઈ.
  • સ્ટાન્ડર્ડ ડિડક્શનને 40000 રૂપિયાથી વધારી 50000 રૂપિયા કરી દેવામાં આવી.
  • બેંક અથવા પોસ્ટ ઑફિસમાં જમા રૂપિયા પર આવતા 40000 રૂપિયા સુધીના વ્યાજને ટેક્સ ફ્રી કરવામાં આવ્યા. પહેલાં આ લિમિટ 10000 રૂપિયા હતી.
  • ભાડાં પર TDSની સીમા પણ 1.80 લાખ રૂપિયાથી વધારી 2.40 લાખ રૂપિયા કરવામાં આવી..
  • કોઈ વ્યક્તિના બીજા સેલ્ફ ઑક્યૂપાઈડ મકાનને ટેક્સ ફ્રી કરી દેવામાં આવ્યું. અગાઉ નિયમ હતો કે તમે બીજા મકાનમાં તમારા પરિવારના સભ્યો સાથે ભલે રહેતા હોવ એટલે કે તમે મકાન ભાડે ના આપ્યું હોય છતાં તે મકાનની આજુબાજુના એરિયા મુજબ રેંટ કેલ્ક્યુલેશન થતું હતું. જેના પર સરકાર ટેક્સ કેલ્ક્યુલેટ કરતી હતી.
  • સેક્શન 54 અંતર્ગત પ્રાવધાન કરવામાં આવ્યું કે જો કોઈ એક મકાન વેચીને મળેલા પૈસાથી બે મકાન ખરીદો છો તો બંને મકાન પર ટેક્સથી છૂટ મળશે. અગાઉ આ છૂટ માત્ર એક નવા મકાન સુધી જ સીમિત હતી. જો કે શરત એ છે કે મકાન વેચીને થયેલ કેપિટલ ગેન્સની રકમ 2 કરોડ રૂપિયાથી વધુ ના થવી જોઈએ.
બજેટ 2019

બજેટ 2019

માર્ચ 2019માં થયેલ લોકસભા ચૂંટણી બાદ મોદી સરકાર ફરી એકવાર કેન્દ્રની સત્તામાં આવ્યા બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે જુલાઈ 2019માં ફુલ બજેટ રજૂ કર્યું.

  • 45 લાખ રૂપિયા સુધીનું ઘર ખરીદવા માટે 31 માર્ચ 2020 સુધી લેવાયેલ હોમ લોન પર ચૂકવવામાં આવતા વ્યાજ પર ટેક્સ ડિડક્શન લાભ વધારી 3.5 લાખ રૂપિયા સુધી કરી દેવામાં આવ્યું. પહેલા આવકવેરા કાયદાના સેક્શન 24 અંતર્ગત ટેક્સ ડિડક્શનની લિમિટ 2 લાખ રૂપિયા હતી. પરંતુ બજેટ 2019માં નવાં સેક્શન 80EEA અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીનું એડિશનલ ડિડક્શન હોમ લોન વ્યાજ પર પ્રસ્તાવિત કરાયું.
  • 2થી 5 કરોડ આવક પર સરચાર્જ 3 ટકા અને 5 કરોડથી વધુ આવક પર સરચાર્જ 7 ટકા વધારી દેવામાં આવ્યું.
  • કોઈ શખ્સની એક જ બેંક/કૉ-ઓપરેટિવ બેંક/પોસ્ટ ઑફિસમાં હાજર તમામ અકાઉન્ટ મિલાવી એક નાણાકીય વર્ષમાં 1 કરોડ રૂપિયાથી વધુ કેશ વિથડ્રોઅલ પર 2 ટકા TDS લગાવવાની ઘોષણા કરવામાં આવી.
  • ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા માટે લોન લેવા પર ચૂકવવામાં આવતા વ્યાજ પર 1.5 લાખ રૂપિયા સુધીના ટેક્સ ડિડક્શન ક્લેમ કરી શકવાની ઘોષણા કરવામાં આવી. EV લોનના વ્યાજ પર નવા ટેક્સ ડિડક્શનનો ક્લેમ 1 એપ્રિલ 2020થી આવકવેરા કાનૂનના સેક્શન 80EEB અંતર્ગત કરવામાં આવી શકે છે. આના માટે આ લોન 1 એપ્રિલ 2019થી 31 માર્ચ 2023 વચ્ચે લગાવવામાં આવવો જોઈએ.
  • ઠેકેદારો કે ધંધાજારીને એક વર્ષમાં 50 લાખ રૂપિયા વાર્ષિતથી વદુની ચૂકવણી કરતા વ્યક્તિ અને HUF માટે પાંચ ટકાના દરે સ્ત્રોત પર કર કટૌતી ફરજીયાત કરી દીધી.
  • અચળ સંપત્તિના અધિગ્રહણ માટે કરાયેલ ચૂકવણીથી TDS માટે કેટલાક અન્ય ચાર્જને પણ કંસીડરેશનમાં લેવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો. જેમાં સંપત્તિની ખરીદી સાથે ક્લબની સભ્યતા, કાર પાર્કિંગ શુલ્ક, વિજળી અથવા જળાપૂર્તિ સેવાઓની ચૂકવણી સહિત અન્ય પ્રકારના શુલ્ક શામેલ છે.
  • ચાલૂ ખાતામાં એક કરોડ રૂપિયાથી જમા કરી, એક લાખથી વધુ વીજળી બિલની ચૂકવણી કરવા અને એક વર્ષમાં વિદેશ યાત્રા પર બે લાખ રૂપિયા ખર્ચ કરનારાઓ માટે આવકવેરા રિટર્ન દાખલ કરવો ફરજીયાત કરવાનું એલાન કરાયું.
બજેટ 2020

બજેટ 2020

બજેટ 2020માં વૈકલ્પિક આવકવેરા સ્લેબની ઘોષણા કરવામાં આવી. હવે કરદાતાઓને જૂના પરંપરાગત ઈનકમ ટેક્સ સ્લેબ અને નવા વૈકલ્પિક ટેક્સ સ્લેબ બંને ઉપલબ્ધ છે. વૈકલ્પિક ટેક્સ સ્લેબ આ પ્રકારે છે.

  • 0થી 2.5 લાખની આવક સુધી- 0 ટકા ટેક્સ
  • 2.5 લાખથી 5 લાખની આવક સુધી- 5 ટકા ટેક્સ
  • 5 લાખથી 7.50 લાખની આવક સુધી- 10 ટકા ટેક્સ
  • 10 લાખથી 12.50 લાખની આવક સુધી- 20 ટકા ટેક્સ
  • 12.50 લાખથી 15 લાખની આવક સુધી- 25 ટકા ટેક્સ
  • 15 લાખથી વધુની આવક પર- 30 ટકા ટેક્સ

English summary
Union Budget 2021: Analysis of 8 Budgets of Modi Government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X