For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોણ છે એ 5 મોટા અધિકારીઓ જેમણે બજેટ તૈયાર કરવામાં નિભાવી મહત્વની ભૂમિકા, સહુ કોઈની નજર તેમના પર

બજેટ તૈયાર કરવામાં નિર્મલા સીતારમણ સાથે તેમની એ ટીમની ભૂમિકા ઘણી મહત્વની રહી છે. જાણો તેમના વિશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે બજેટ કરવા જઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથા કોવિંદે સોમવારે સંસદના બંને ગૃહોને સંબોધિત કર્યા હતા. ત્યારબાદ આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. બજેટ તૈયાર કરવામાં નિર્મલા સીતારમણ સાથે તેમની એ ટીમની ભૂમિકા ઘણી મહત્વની રહી છે. આમાં પાંચ મોટા સ્તરના અધિકારીઓ શામેલ છે કે જે ટીવી સોમાનાથમ, તરુણ બજાજ, દેબાશીષ પાંડા, અજય સેઠ, તુહિન કાંતા પાંડે મહત્વના છે. આ મોટા અધિકારીઓએ બજેટની રૂપરેખા તૈયાર કરી છે કે તેવી રીતે દરેક ત્રિમાસિકમાં કયા સેક્ટરને કેટલુ બજેટ ફાળવવાનુ છે.

nirmala sitharaman

ટીવી સોમાનાથન

ટીવી સોમાનાથનની વાત કરીએ તો તે 1987ની બેચના આઈએસ અધિકારી છે. તેઓ તમિલનાડુ કેડરમાંથી આવે છે. આ પહેલા તેમણે જોઈન્ટ સેક્રેટરીના પદ પર પ્રધાનમંત્રી કાર્યાલયમાં 2015 સુધી પોતાની સેવાઓ આપી. તે પાંચે અધિકારીઓમાં સૌથી વરિષ્ઠ છે. તેમને નાણા સચિવનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. તેઓ સતત મંત્રીઓને વધુમાં વધુ રકમના ખર્ચ માટે દબાણ બનાવતા રહ્યા જેથી કોરોના કાળમાં દેશની અર્થવ્યવસ્થાને ગતિ આપી શકાય. એવામાં જોવાની વાત એ રહેશે કે 2022ના બેજટમાં તે કઈ રીતે મૂડીગત ખર્ચને સુનિશ્ચિત કરે છે.

તરુણ બજાજ

તરુણ બજાજ નાણા મંત્રાલયમાં નાણા સચિવ છે. તેઓ પણ પ્રધાનમંત્રી કાર્યાલયમાં પોતાની સેવાઓ આપતા હતા. નાણા મંત્રાલયમાં તેમની ભૂમિકા જમીની સ્તરે કરવાના લક્ષ્યને આ વર્ષે મેળવવાનુ છે. તેઓ આ વર્ષે ટેક્સના સંકલનને વધારવા પર જોર આપશે. કોરોના કાળમાં લોકોને આરોગ્ય પેકેજ આપવામાં તેમની ભૂમિકા ઘણી મહત્વની હતી. 2022ના બજેટમાં માનવામાં આવી રહ્યુ છે કે તે ટેક્સમાં અમુક છૂટ આપી શકે છે અને જે સેક્ટર કે ઉદ્યોગ વધુ પ્રભાવિત છે તેને રાહત આપવાનુ કામ કરી શકે છે.

અજય સેઠ

અજય સેઠ પહેલા બેંગલુરુ મેટ્રોમાં મેનેજિંગ ડાયરેક્ટર હતા ત્યારબાદ તેઓ એપ્રિલ 2021માં ઈકોનૉમિક અફેર સેક્રેટરી બન્યા. અજય સેઠ પાસે નાણામંત્રી નિર્મલા સીતારમણના બધા બજેટ ભાષણ તૈયાર કરવાની જવાબદારી છે. આ વર્ષના બજેટ ભાષણને અજય સેઠે જ તૈયાર કર્યુ છે. કેપિટલ માર્કેટ, રોકાણ, ઈન્ફ્રા સાથે જોડાયેલી નીતિઓની જવાબદારી પણ અજય સેઠના વિભાગ પાસે છે. માનવામાં આવી રહ્યુ છે કે રોજગાર સર્જન અને મોટા પ્રોજેક્ટમાં રોકાણને એકઠુ કરવા માટે મોટા એલાન થઈ શકે છે.

દેબાશીષ પાંડા

દેબાશીષ પાંડા 1987 બેસના આઈએએસ અધિકારી છે અને પબ્લિક સેક્ટરને ફરીથી સજીવ કરવામાં તેમની મહત્વની ભૂમિકા છે પાંડા નાણા સેવા વિભાગના પ્રમુખ છે. તેમના યોગદાનના કારણે મહામારી છતાં પબ્લિક સેક્રટરની બેંકોએ સારુ પ્રદર્શન કર્યુ.

તુહિન કાંત પાંડે

તુહિન કાંત પાંડેએ એર ઈન્ડિયાના વિનિવેશમાં ઘણી ઘણી મહત્વની ભૂમિકા નિભાવી હતી. જો કે માનવામાં આવી રહ્યુ છે કે સરકાર આ વર્ષે વિનિવેશ તરફ નહિ જાય. તુહિન સામે ઘણી મહત્વના અને મોટા પ્રોજેક્ટ છે જેમાં એલઆઈસીનો આઈપીઓ એક મોટુ લક્ષ્ય છે. તુહિન ડીઆઈપીએએણના સચિવ છે કે જે સરકારના વિનિવેશ પ્રોજેક્ટને જુએ છે.

English summary
Union budget 2022: 5 key members who played key role in preparation of Budget
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X