Union Budget 2022 : અર્જૂન મોઢવાડિયાએ બજેટ વિશે કહી આ વાત
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારના રોજ સંસદમાં 2022-23 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. જેનાથી શાસક પક્ષ ખુશ છે, તો વિપક્ષ નાખુશ છે.
Union Budget 2022 : નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારના રોજ સંસદમાં 2022-23 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. જેનાથી શાસક પક્ષ ખુશ છે, તો વિપક્ષ નાખુશ છે. આ વચ્ચે ગુજરાતના કોંગ્રેસ વરિષ્ઠ નેતા અને પૂર્વ કોંગ્રેશ પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ આ બજેટને ઊંટના મોંઢામાં જીરા સમાન ગણાવ્યું છે.

ગુજરાત કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ કોરોના મહામારી વચ્ચે રજૂ થયેલા કેન્દ્ર સરકારના બજેટને ઊંટના મોંઢામાં જીરા સમાન ગણાવ્યું છે. આ અંગે અર્જુન મોઢવાડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બજેટમાં એવી કોઈ જાહેરાત નથી કરવામાં આવી કે જેનાથી મોંઘવારીમાં ઘટાડો થાય અને બેરોજગાર યુવાનોને રોજગારીની તકો મળે.
સરકારને GSTની 1.40 લાખ કરોડ રૂપિયાની આવક થઇ હોવા છતાં પણ ઈન્કમ ટેક્સમાં કોઈ રાહત આપવામાં આવી નથી
આ સાથે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સરકારને GSTની 1.40 લાખ કરોડ રૂપિયાની ઐતિહાસિક આવક થઇ હોવા છતાં પણ ઈન્કમ ટેક્સમાં કોઈ રાહત આપવામાં આવી નથી. જેનાથી નોકરિયાત વર્ગની આશાઓ પર પાણી ફેરી ગયું છે. આ સાથે શહેરી વિકાસ માટે ઉચ્ચ સ્તરીય કમિટી બનાવીને દેશના 50 ટકા લોકોને શહેરી વિસ્તારમાં આવરી લેવામાં આવ્યા છે, જેના થકી ગામડા નાબૂદ કરવાનો પ્રયત્ન કરાયો છે. આ બજેટમાં ખેડૂતો માટે MSPની જોગવાઈ અને આવક વધે તે પ્રકારની જાહેરાતની કરવામાં આવશે તેવી અપેક્ષાઓ હતી, જે પણ ઠગારી નીવડી છે.












Click it and Unblock the Notifications
