Union Budget 2022 : બજેટ સાથે જોડાયેલી પરંપરા બદલાઈ, હલવા સેરેમની રદ્દ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર મંગળવાર, ફેબ્રુઆરી 1 ના રોજ સંસદમાં દેશનું બજેટ રજૂ કરશે. મોંઘવારીના આ યુગમાં દરેક વર્ગના લોકોને કેન્દ્રીય બજેટ 2022થી ઘણી આશાઓ છે.
Union Budget 2022 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર મંગળવાર, ફેબ્રુઆરી 1 ના રોજ સંસદમાં દેશનું બજેટ રજૂ કરશે. મોંઘવારીના આ યુગમાં દરેક વર્ગના લોકોને કેન્દ્રીય બજેટ 2022થી ઘણી આશાઓ છે. આ દરમિયાન મોદી સરકારે બજેટ સાથે જોડાયેલી મહત્વની પરંપરામાં હવે વધુ એક મોટો ફેરફાર કર્યો છે.

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર બજેટ રજૂ કરતા પહેલા યોજાનાર હલવા સમારોહનું આ વખતે આયોજન કરવામાં આવ્યું નથી. બજેટની તૈયારીમાં જોડાયેલા લોકોને હલવાના બદલે મીઠાઈ આપવામાં આવી છે.
નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને, આ વખતે આ વર્ષે પ્રથમ વખત પરંપરાગત હલવા સમારોહનું આયોજન કરવામાં આવ્યું નથી. મંત્રાલયે જણાવ્યું હતું કે, કેન્દ્રીય બજેટ 2022 તૈયાર કરવાની પ્રક્રિયામાં સામેલ અધિકારીઓને તેમના કાર્યસ્થળો પર 'લોક-ઇન' કરવામાં આવ્યા છે, અને તેમના માટે દર વર્ષે હલવા સમારોહનું આયોજન કરવામાં આવે છે. જો કે, આ વખતે કોરોના મહામારીને કારણે અને આરોગ્ય સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, તેમને હલવાના બદલે મીઠાઈ આપવા આવી હતી.
ઉલ્લેખનીય છે કે, નાણાં મંત્રાલયના તેમના કાર્યાલય અને ભોંયરામાં બંધ અધિકારીઓને બજેટ રજૂ થયા પછી જ કોઈને મળવાની મંજૂરી આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા એવી પણ માહિતી આપવામાં આવી હતી કે, ગયા વર્ષની જેમ આ વર્ષે પણ લોકસભામાં પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે.
બજેટની ડિજિટલ કોપી ગૃહમાં હાજર તમામ સભ્યો સહિત અન્ય તમામ લોકોને આપવામાં આવશે. તે મોબાઈલ એપ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
નોધનીય બાબત છે કે, પેપરલેસ બજેટ માટે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય બજેટ મોબાઈલ એપ બનાવવામાં આવી હતી. તેનો ઉપયોગ હિન્દી અને અંગ્રેજી બંને માધ્યમમાં થઈ શકે છે.












Click it and Unblock the Notifications
