Budget 2022: જાણો, બજેટમાં તમને શું ખાસ મળશે

Budget 2022: જાણો, બજેટમાં તમને શું ખાસ મળશે

આગામી 1 ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ કરવામાં આવશે. આ બજેટ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે. જો કે હજી બજેટ રજૂ થવામાં થોડો સમય બાકી છે, પરંતુ જે જાણકારી સામે આવી રહી છે, તેનાથી લાગે છે કે સામાન્ય લોકોને આ બજેટમાં કેટલીક રાહત મળી શકે છે. આ કઈ રાહત હોઈ શકે છે આવો તેના પર એક નજર નાખીએ.

budget 2022

સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં છૂટ મળી શકે

નોકરિયાત લોકો માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 રૂપિયાનું મળે છે, જેને વધારીને 75,000 રૂપિયા કરવાની ઉમ્મીદ લગાવાઈ રહી છે.

હેલ્થ ઈન્શ્યોરન્સ પર રાહત મળી શકે

સરકાર હેલ્થ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પર જીએસટી દર ઘટાડવાનો રસ્તો આ બજેટમાં શોધી શકે છે. હાલ 18 ટકા જીએસટી લગાવાઈ રહ્યું છે. જેને ઘટાડી 5 ટકા કરવામાં આવી શકે તેવું અનુમાન છે. જેનાથી હેલ્થ ઈન્સ્યોરન્સ લેવો સસ્તો થશે.

વેલ્થ ટેક્સ શરૂ થવાના અણસાર

સરકારને પોતાના વધતા ખર્ચા પૂરા કરવા માટે વધુ કમાણીની જરૂરત છે. પરંતુ સરકાર સામાન્ય લોકો પર ટેક્સનો બોજો નાખવાનું નહી ઈચ્છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે સરકાર આ વખતે વેલ્થ ટેક્સની ફરીથી શરૂઆત કરી શકે છે.

વર્ક ફ્રોમ હોમ વાળા લોકોને રાહત મળી શકે

આ ઉપરાંત મહામારીને પગલે વર્ક ફ્રોમ હોમની જરૂરત વધી છે. દેશમાં ખાસ કરીને પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા કરોડો લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. જેને પગલે ઈન્ટરનેટ, વિજળી, ફર્નિચર સહિત કેટલાય ખર્ચા વધ્યા છે. એવામાં સરકાર વર્ક ફ્રોમ હોમ વાળા લોકો માટે બજેટમાં અલગથી ટેક્સ માટે અમુક ઉપાયો કરી શકે છે.

ઈલેક્ટ્રિક વ્હીકલ્સ માટે અલગથી છૂટછાટ મળી શકે

સરકાર ઈલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ વધારવા ઈચ્છે છે. એવામાં ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે સરકાર આ બજેટમાં ઈલેક્ટ્રિક વ્હીકલ પર અમુક રાહત આપશે. આવું કરી સરકાર વધી રહેલ પેટ્રોલ અને ડીઝલના ઉપયોગ પર લગામ લગાવી શકશે. જો આવું થયું તો દેશના વિદેશી મુદ્રાની બચત થશે.

શેર બજાર પર ધ્યાન આપી શકે સરકાર

બજેટમાં આ વખતે શેરની ખરીદ-ફરોખ્ત પર લાગતા સિક્યોરિટીજ ટ્રાંજેક્શન ટેક્સને ઘટાડી શકે છે. રોકાણ ક્ષેત્રના જાણકારોએ નાણામંત્રી પાસે આવો આગ્રહ કર્યો છે. એસટીટીના કારણે હાલ એક્ટિવ ટ્રેડર્સનો લાભ ઘટી જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X