Nirmala Sitharaman Net Worth: જાણો દેશનુ બજેટ સંભાળનાર સીતારમણ પાસે કેટલી છે સંપત્તિ
Nirmala Sitharaman Net Worth: આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકાર 3નું પ્રથમ સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, તેઓ સતત 7મી વખત બજેટ ભાષણ વાંચશે અને આ સાથે તેઓ એક નવો રેકોર્ડ પણ બનાવવા જઈ રહ્યા છે.
પીએમ મોદીએ એક દિવસ પહેલા જ સંકેત આપ્યા હતા કે આ વખતનું બજેટ ખૂબ જ મજબૂત હશે. બજેટ ભાષણ સવારે 11 વાગ્યે શરૂ થશે પરંતુ તે પહેલા દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જાણીએ.

દેશનું નાણા મંત્રાલય સંભાળનાર સીતારામણ શાર્પ માઈન્ડ અને સ્વચ્છ નેતાની છબી ધરાવે છે. તેઓ દેશના પ્રથમ પૂર્ણકાલીન નાણામંત્રી છે.
તામિલનાડુના મદુરાઈમાં 18 ઓગસ્ટ 1959ના રોજ જન્મેલા સીતારમણ એક સરળ પણ શિક્ષિત પરિવાર સાથે સંબંધ ધરાવે છે. નિર્મલા સીતારમણના પિતા નારાયણન સીતારમણ, જેઓ તમિલ આયંગર બ્રાહ્મણ પરિવારમાંથી આવતા હતા, તેઓ રેલવેમાં નોકરી કરતા હતા.
સીતારામણ બાળપણથી જ ખૂબ તેજસ્વી હતા, તેમણે દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર અને એમ.ફીલ કર્યુ છે.
ભાજપમાં જોડાયા પછી, તેમનું કદ સતત વધતું રહ્યું, તેઓ મોદી 1 સરકારમાં સંરક્ષણ પ્રધાન પણ રહી ચૂક્યા છે, જ્યારે તે પહેલાં તેમણે 2003-2005 દરમિયાન વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય પ્રધાન અને રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય જેવી ભૂમિકાઓ નિભાવી હતી અને ભાજપના પ્રવક્તા પણ જોવા મળ્યા છે.
પ્રખ્યાત મેગેઝિન ફોર્બ્સ દ્વારા તેણીને વિશ્વની શક્તિશાળી મહિલાઓમાં સામેલ કરવામાં આવી હતી. 'Myneta.info' અનુસાર, નિર્મલા સીતારમણ પાસે 2,50,99,396 રૂપિયાની સંપત્તિ છે, જેમાં જંગમ અને સ્થાવર બંને મિલકતોનો સમાવેશ થાય છે.
તેમની પાસે 315 ગ્રામ સોનું અને 2 કિલો ચાંદી છે. તેમની પાસે કોઈ કાર નથી અને હૈદરાબાદમાં તેમની પાસે 16 લાખ રૂપિયાની જમીન છે.
તેમની પાસે શેર અને અન્ય રોકાણ પણ છે. તેમણે વિવિધ કંપનીઓમાં રોકાણ કર્યું છે. તેમણે કેટલાક અંગત કારણોસર કેટલાક લોકો પાસેથી 33,94,838 રૂપિયાની લોન પણ લીધી છે. તેમની પાસે રૂપિયા 17,200ની રોકડ અને રૂપિયા 45,04,479નું બેંક બેલેન્સ છે.












Click it and Unblock the Notifications
