યુનિટેક યુનિનોરનો સંપૂર્ણ હિસ્સો ટેલિનોરને આપશે

ટેલિનોર પોતાનો હિસ્સો સમાપ્ત કર્યા બાદ નવા સંચાલન લાયસન્સ મેળવી પોતાનો ટેલિકોમ બિજનેસ નવેસરથી શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરવામાં આવેલા કુલ 122 લાયસેંસમાંથી સંયુક્ત ઉપક્રમના પણ 22 લાયસંસ પણ રદ થઇ ગયા હતા. લાયસન્સ રદ થયા બાદ બંને કંપનીઓએ એક બીજા વિરુધ્ધ કોર્ટમાં અને કંપની લૉ બોર્ડમાં કેસ નોંધ્યાવ્યો હતો. આ સાહસમાં ટેલિનોરનો હિસ્સો 67.25 અને યુનિટેકનો હિસ્સો 32.75 ટકા છે.
યુનિટેકે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ટેલિનોર અને યુનિટેક દ્વારા 10 ઑક્ટોબર, 2012ના રોજ પરસ્પરના વિવાદ દૂર કરવા માટે બંને કંપનીઓ વચ્ચે સમજુતી કરવાની ધોષણા કરી હતી. સમજુતી અનુસાર યુનિટેક અને ટેલિનોર સંયુક્ત રીતે પોતાનો હિસ્સો યુનિટેક વાયરલેસને સોંપશે. યુનિટેક વાયરલેસનું સંચાલન યુનિનોર બોર્ડ દ્વારા કરવામાં આવશે. જ્યારે તેનો નવો હિસ્સો ટેલિનોર પાસે રહેશે.












Click it and Unblock the Notifications
