For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીએ સરકારે અદાણી સેઝની મંજૂરી પાછી ખેંચી

|
Google Oneindia Gujarati News

gautam-adani
નવી દિલ્હી, 16 ઑકટોબર : કેન્દ્રની યુપીએ સરકારે આજે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આંચકો આપ્યો છે. નરેન્દ્ર મોદીની ખૂબ નિકટ ગણાતા અદાણી જૂથને રાજ્યમાં 1,840 હેક્ટર જમીનમાં વિશેષ આર્થિક ઝોન (સેઝ) બનાવવા માટે આપેલી મંજૂરીને પાછી છે. કેન્દ્રના આ પગલાને લીધે નરેન્દ્ર મોદીને મોટો આંચકો મળશે એમ માનવામાં આવે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રએ આ મંજૂરી એવું કારણ આપીને પાછી ખેંચી લીધી છે કે 1840 હેક્ટર જમીન એસઇઝેડ માટે નક્કી કરવમાં આવેલી બાકીની જમીન સાથે જોડાયેલી નથી.

ગુજરાતમાં સમગ્ર સેઝ પ્રોજક્ટ 10,000 હેક્ટરમાં ફેલાયેલો છે. જેમાંથી 6,500 હેક્ટર જમીનને અગાઉથી જ સેઝનું સ્ટેટસ આપી દેવામાં આવ્યું છે. અદાણીની 1,840 હેક્ટર જમીન બાકી રહેલી 3,500 હેક્ટર જમીનનો ભાગ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, અદાણીને આશા હતી કે આ બાબતમાં પ્રગતિ સાધવામાં આવશે. હવે કંપનીએ 1,840 હેક્ટર જમીનને સેઝનું સ્ટેટસ આપવા માટે ફરીથી અરજી મોકલાવી દીધી છે. વાણિજ્ય મંત્રી આનંદ શર્માએ અદાણી સેઝને આપેલી મંજૂરી પાછી ખેંચવાના પત્ર પર ગઇકાલે હસ્તાક્ષર કર્યા હતા.

આ સમાચાર આવતાની સાથે જ મંગળવારે શેરમાર્કેટમાં અદાણી પોર્ટ્સ અને સેઝના શેર બીએસઇ સેન્સેક્સમાં 1.63 ટકા અટલે કે 121.05 પોઇન્ટના ઘટાડા સાથે જ્યારે એનએસઇના નિફ્ટીમાં 2 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઇ રહ્યા હતા.

English summary
UPA government cancels Adani's SEZ.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X