us-china tariff war : ચીન અમેરિકા સાથે વાતચીત માટે તૈયાર, રાખી આ શરતો

us-china tariff war : ચીન અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં નવો વળાંક આવ્યો છે. ચીને અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત માટે તૈયારી દર્શાવી છે, પરંતુ આ માટે કેટલીક મહત્વપૂર્ણ શરતો રજૂ કરી છે.

આ શરતોમાં વેપાર, ટેક્નોલોજી અને આર્થિક સહયોગના મુદ્દાઓનો સમાવેશ થાય છે. ચીન ઈચ્છે છે કે બંને દેશો વચ્ચે પરસ્પર સમજૂતી અને સમાનતાના આધારે ચર્ચા થાય.
ખાસ કરીને ચીને ટેરિફ અને નિકાસ પ્રતિબંધો જેવા મુદ્દાઓ પર લવચીક અભિગમ અપનાવવા અમેરિકાને જણાવ્યું છે.

us-china tariff war

આ ઉપરાંત ચીનનું કહેવું છે કે વૈશ્વિક સ્થિરતા અને આર્થિક વિકાસ માટે બંને દેશોએ એકબીજાની ચિંતાઓને ધ્યાનમાં લેવી જોઈએ. આ નિવેદન એ સંકેત આપે છે કે ચીન વાટાઘાટો માટે ખુલ્લું મન રાખે છે પરંતુ તે પોતાના હિતોનું રક્ષણ કરવામાં પણ પાછીપાની નહીં કરે.

આવનારા દિવસોમાં બંને દેશો વચ્ચેની ચર્ચા વૈશ્વિક અર્થતંત્ર અને રાજકીય સ્થિતિ પર મહત્વપૂર્ણ અસર કરી શકે છે.

જણાવી દઈએ કે, ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ ટેટર સામે ચીને પણ પુરો મુકાબલો કર્યો છે. અમેરિકાના ટેરિફના જવાબમાં ચીન પણ સતત ટેરિફ વધારતું રહ્યું છે.

ચીને ડોનાલ્ડ ટ્રમ્પને જવાબ આપતા ન માત્ર ટેરિફમાં વધારો કર્યો છે પરંતુ ઘણા ખનીજોની નિકાસ પર પણ પ્રતિબંધ મુકી દીધો છે.

એક તરફ ટ્રમ્પ જુકવા તૈયાર નથી તો બીજી તરફ ચીને પણ મુકાબલો કરવાની રણનીતિ અપનાવી છે ત્યારે હવે આશા છે કે બન્ને દેશો વાતચીતના ટેબલ પર આવશે અને કોઈ રસ્તો નીકળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X