વોડાફોને કરી ભારતમાં 2 બિલિયન ડોલર રોકાણની તૈયારી

કેન્દ્રના ટેલિકોમ પ્રધાન કપિલ સિબ્બલે જણાવ્યું છે કે વોડાફોન ગ્રુપ મોટા પાયે મૂડીરોકાણ કરવાનું છે. 100 ટકા એફડીઆઈના કાયદાનો તે પૂરેપૂરો લાભ લેવા માગે છે.
સૂત્રોએ અગાઉ કહ્યું જ હતું કે વોડાફોન તેની ભારતીય પેટાકંપનીમાં પોતાનો હિસ્સો વધારવા માગે છે. સરકારે ટેલિકોમ સેક્ટરમાં વિદેશી કંપનીઓ માટે મૂડીરોકાણ પર 74 ટકાની ટોચમર્યાદાને દૂર કરી નાખી છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય ટેલિકોમ માર્કેટમાં વર્ષ 2007માં એન્ટ્રી કરનાર વોડાફોન જૂથે હચીસન વ્હામ્પોઆ સાથે 11 બિલિયન ડોલરની ડીલ કરીને ભારતાન સ્થાનિક બજારમાં પ્રવેશ મેળવ્યો હતો.












Click it and Unblock the Notifications
