વૉલ સ્ટ્રીટ જનરલ: ગુજરાત બન્યુ દેશનું 'ઇન્ડસ્ટ્રીયલ પાવરહાઉસ'
નવી દિલ્હી, 6 મે: વૉલ સ્ટ્રીટ જનરલની ફાયનાન્સીયલ મેગેજીન બૈરૉન્સ તરફથી હવે નરેન્દ્ર મોદીના ગુણગાન કરવામાં આવ્યા છે. બૈરૉને પોતાના લેટેસ્ટ આર્ટિકલ જેનું શિર્ષક 'ઇન્ડિયા: ઓપેન ફોર બિઝનેસ' માં લખ્યું છે કે નરેન્દ્ર મોદી ભલે ભારતના એક વિવાદિત વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સામે આવ્યા હોય પરંતુ એ વાત સાચી છે કે તેમના આવવાથી ભારત દરેક પ્રકારના વ્યવસાય અથવા બિઝનેસ માટે સંપૂર્ણ રીતે તૈયાર હશે. સાથે સાથે અત્રે રોકાણ માટે એક સકારાત્મક વાતાવરણ પણ બનશે.
જોનાથનના જણાવ્યા અનુસાર માત્ર નેનો જ નહીં પરંતુ આ પ્રકારના ઘણા ઉદાહરણ ગુજરાતમાં જોવા મળી જશે. જેમાં મોદીના કારણે ગુજરાતનું નસીબ બદલાઇ ગયું છે. છેલ્લા 13 વર્ષોમાં આ રાજ્ય દેશના 'ઇન્ડસ્ટ્રીયલ પાવરહાઉસ' તરીકે વિકસિત થઇ ચૂક્યું છે.
બૈરૉન અનુસાર ચીનની જેમ ગુજરાત હવે ઇંફ્રાસ્ટ્રક્ચર જેમકે માર્ગ, બંદર, અને ઇલેક્ટ્રિક પાવર જનરેશન કરનાર પ્લાંટ્સનો જોરદાર ઉપયોગ કરી રહ્યું છે. આની સાથે સાથે તેઓ એવી યોજનાઓને પણ સંચાલિત કરી રહ્યું છે જેના કારણે ઘણા નવા પ્લાન્ટ્સ અત્રે ચાલુ થઇ રહ્યા છે.
બૈરૉનની માનીએ તો 'ગુજરાતમાં એવી ઘણી ચીજો ખૂબ જ સ્વાભાવિક રીતે સંચાલિત થઇ રહી છે જ્યારે ભારતના બાકીના ભાગોમાં એવું જોવા મળતું નથી.'
એવામાં 63 વર્ષીય મોદી પાસે એવી આશા છે કે જ્યારે તેઓ દેશના વડાપ્રધાન તરીકે સત્તામાં આવશે તો આખા દેશમાં આ પ્રકારના વિકાસ કાર્યોને આગળ ધપાવવામાં પોતાનો જીવ રેડી દેશે.
મેગેજીનમાં લખવામાં આવ્યું છે કે મોદી અને તેમની પાર્ટી ભાજપા આ ચૂંટણીમાં સૌથી લોકપ્રીય પાર્ટી તરીકે સામે આવી રહી છે, આ ચૂંટણી 12 મેના રોજથી પૂર્ણ થવાની છે જ્યારે તેના પરિણામો 16 મેના રોજ આવવાના છે.
ભાજપ અને મોદીની જીત બાદ આ દેશમાં ગાંધી પરિવારના નેતૃત્વવાળી કોંગ્રેસના કારણે છેલ્લા દસ વર્ષોથી નિર્જીવતા આવી છે તે સમાપ્ત થઇ શકશે. જેણે દેશમાં હાલની આર્થિક સંભાવનાઓને સંપૂર્ણ રીતે ખતમ કરી દીધું છે.

સાબરમતી પાઉર હાઉસ
સાબરમતી પાઉર હાઉસ, અમદાવાદ

સરદાર સરોવર ડેમ
સરદાર સરોવર ડેમ

સોલર પ્લાંટ
સોલર પ્લાંટ

સોલર પ્લાંટ
સોલર પ્લાંટ












Click it and Unblock the Notifications
