જાણો : ભારતમાં કેટલા પ્રકારની હોમ લોન્સ ઉપલબ્ધ છે?

અનેક ભારતીયો માટે પોતાનું એક ઘર હોવું એ સપનું હોય છે, ઘણા માટે ઘરનું રિનોવેશન કે રિકન્સ્ટ્રક્શન સપનું હોય છે. આવા તમામ લોકોના સપના મોટા ભાગે હોમ લોન દ્વારા પૂરા થઇ જતા હોય છે. આજકાલ ભારતમાં હોમ લોન મેળવવી પ્રમાણમાં સરળ કાર્ય બની ગયું છે. જો કે હોમ લોન માટે અરજી કરતા પહેલા વ્યક્તિએ પોતે પોતાની જરૂરિયાત શું છે તે જાણવું જરૂરી છે. પોતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લોન માટે અરજી કરી શકાય છે. કારણ કે વર્તમાન સમયમાં વિવિધ પ્રકારના લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બેંકોએ પણ વિવિધ પ્રકારની હોમ લોન આપવાનું શરૂ કર્યું છે.

અમે અહીં આવી જ વિવિધ હોમલોનના પ્રકારો અંગે વાત કરી રહ્યા છીએ જે આપને યોગ્ય હોમ લોન પસંદ કરવામાં મદદરૂપ બનશે...

હોમ કન્સ્ટ્રક્શન લોન્સ

હોમ કન્સ્ટ્રક્શન લોન્સ


નામથી જ ખ્યાલ આવે છે કે આ પ્રકારની લોન નવા ઘરના બાંધકામ માટે આપવામાં આવે છે. આ લોન એવી વ્યક્તિઓ માટે છે જે પોતાની પસંદગીથી ઘરની ડિઝાઇન અને કન્સ્ટ્રક્શન કરાવવા માંગે છે. આ માટે તેમણે જમીન સંબંધિત વિગતો આપવાની જરૂર રહે છે. આ ઉપરાંત મકાન બાંધકામમાં કુલ કેટલો ખર્ચ આવશે તેનો પણ અંદાજ આપવાનો રહે છે. જો જમીન એક વર્ષથી વધારે સમયથી ખરીદી હોય તો અન્ય નિયમો લાગુ પડતા નથી. આ લોન તમામ બેંકો આપતી નથી તે ખાસ ધ્યાનમાં રાખવું જોઇએ.

હોમ એક્સપાન્શન લોન્સ

હોમ એક્સપાન્શન લોન્સ


જો આપની પાસે ઘર હોય, પણ આપ તેને વધારવા માંગતા હોવ તો તેના માટે આ લોન છે. આ લોન આપના ઘરમાં રહેલી વધારાની ખુલ્લી જગ્યામાં નવો રૂમ, નવો ફ્લોર, મોટા બાથરૂમ કે બાલ્કની બાંધવા માટે મળે છે.

હોમ કન્વર્ઝન લોન્સ

હોમ કન્વર્ઝન લોન્સ


જો કોઇ વ્યક્તિએ લોનથી ઘર લીધું હોય અને હવે નવું ઘર ખરીદીને તેમાં શિફ્ટ થવા માંગતા હોય તો આવી લોન તેમના માટે છે. જેમાં નવા ઘર માટે લોન મળે છે. જો કે વ્યક્તિએ વર્તમાન લોન નવા ઘરમાં ટ્રાન્સફર કરવી પડે છે.

બ્રિજ લોન્સ

બ્રિજ લોન્સ


આવી લોન એવી વ્યક્તિઓ માટે છે જે પોતાનું વર્તમાન ઘર વેચીને નવું ઘર ખરીદવા માંગે છે. બ્રિજ લોન એટલા માટે ઉપયોગી છે કે જુનુ મકાન વેચવા માટે ખરીદદાર ના મળે ત્યાં સુધી નવા મકાનનું કામકાજ અટકે નહીં.

જમીન ખરીદવા લોન

જમીન ખરીદવા લોન


આ લોન જમીન ખરીદવા માટે મળે છે, જેના પર આપ અમુક વર્ષ બાદ ઘર બાંધી શકો છો. આ માટે બેંકો જમીનના 85 ટકા સુધીની રકમ લોન પેટે આપતી હોય છે.

એનઆરઆઇ હોમ લોન્સ

એનઆરઆઇ હોમ લોન્સ


આ પ્રકારની હોમ લોન્સ એનઆરઆઇસને આપવામાં આવે છે. જેઓ ભારતમાં પ્રોપર્ટી વસાવવા માંગતા હોય.

હોમ ઇમ્પ્રુવમેન્ટ્સ લોન

હોમ ઇમ્પ્રુવમેન્ટ્સ લોન


આવી લોન્સ એવી વ્યક્તિઓ લઇ શકે છે જે ઘરનું સ્ટ્રક્ચર રિપેર કરાવવા માંગતી હોય, વોટર પ્રુફિંગ કે ઇન્ટર્નલ વર્ક્સ કરાવવા માંગતી હોય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X