હાઇબ્રિડ ફંડ્સ શું છે? તેના પ્રકારો કયા છે?
હાઇબ્રિડ ફંડ એ મ્યુચ્યુઅલ ફંડનો જ એક પ્રકાર છે. તેમાં ઇક્વિટી, ડેબ્ટ અને મ્યુચ્યુઅલ ફંડનું કોમ્બિનેશન છે. આ અનોખું મિશ્રણ વ્યક્તિગત જોખમ લેવાની ક્ષમતાને આધારે પસંદ કરવું જોઇએ.
હાઇબ્રિડ ફંડ જુદા જુદા એસેટ વર્ગમાં વહેંચાયેલું હોવાથી અનેકવાર કમાલનું વળતર આપે છે. તેમાં રહેલું ડાઇવર્સિફિકેશન તેને નુકસાનીનો તીવ્ર માર વાગતા અટકાવે છે.
હાઇબ્રિડ ફંડમાં ફંડ મેનેજર્સ માર્કેટની સ્થિતિને આધારે ડેબ્ટમાંથી ઇક્વિટીમાં અને ઇક્વિટીમાંથી ડેબ્ટમાં ફંડ ટ્રાન્સફર કરે છે.

હાઇબ્રિડ ફંડમાં કોણ રોકાણ કરી શકે?
1. એવા રોકાણકારો જે વર્તમમાન સમયમાં આવકની સાથે લાંબા ગાળે મૂડી વધારો ઇચ્છતા હોય.
2.મધ્યમ કક્ષાનું જોખમ સહન કરવાની ક્ષમતા ધરાવતા રોકાણકારો.
3. અન્ય બોન્ડ ફંડની સરખામણીમાં વધારે વૃદ્ધિની અપેક્ષા ધરાવનારા રોકાણકારો.
4. એક જ ફંડમાં એસેટની વિવિધતા ઇચ્છતા રોકાણકારો.
નોંધનીય બાબત છે કે ઇક્વિટી અને ડેબ્ટ રેશિયોના આધારે વિવિધ પ્રકારના હાઇબ્રિડ ફંડ માર્કેટમાં ઉપલબ્ધ હોય છે.
ઇક્વિટી લક્ષી હાઇબ્રિડ ફંડ્સ
આવા હાઇબ્રિડ ફંડના પોર્ટફોલિયોમાં ડેબ્ટની સરખામણીમાં ઇક્વિટીનું પ્રમાણ વધારે હોય છે. આવા ફંડ ઓછું જોખમ લેવા માંગતા પરંતુ લાંબા ગાળાનું રોકાણ કરવા ઇચ્છતા લોકો માટે વધારે યોગ્ય છે.
ટેક્સ : જો પોર્ટફોલિયોમાં 65 ટકાથી વધારે હિસ્સો ઇક્વિટીમાં રોકાયેલો હોય તો તેમાં કોઇ પ્રકારનો ટેક્સ લાગતો નથી. કારણ કે તેમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની જેમ એક વર્ષ કરતા વધારે સમય માટે રાખવામાં આવે છે. જેના કારણે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગતો નથી.
ડેબ્ટ લક્ષી હાઇબ્રિડ ફંડ્સ
આવા ફંડમાં ઇક્વિટીનો ભાગ અંદાજે 10 ટકા જ હોય છે. જ્યારે થોડા ઉદારવાદી ફંડમાં તેનું મહત્તમ પ્રમાણ 20 ટકા હોય છે. જો કે હાઇબ્રિડ ફંડમાં તેનું પ્રમાણ 30 ટકા જેટલું ઉંચું હોય છે. ઓછું જોખમ લેવા માંગતા પણ વધારે એક્સપોઝર માંગતા રોકાણકારો માટે તે બેસ્ટ છે.
ટેક્સ : આ ડેબ્ટ ઇન્સ્ટ્રુમેન્ટની જેમ કામ કરે છે. જો તેને 3 વર્ષ સુધી રાખવામાં આવે તો તેના પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે.
અન્ય
અન્ય પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ્સને આર્બિટ્રેજ ફંડ કહેવામાં આવે છે. જે પ્રાઇસ ઇન કેશ અને ડેરિવેટિવ્સ માર્કેટ વચ્ચેના તફાવતમાંથી નફો મેળવે છે. તેમાં ઇક્વિટી ફંડની જેમ ટેક્સ લાગે છે












Click it and Unblock the Notifications
