ચૂકવણી તારીખ બાદ ટેક્સ રિટર્ન ફાઇલ કરો તો કેટલી પેનલ્ટી લાગે?
આપની આવક કરપાત્ર હોય તો આપે ચૂકવણી તારીખ (ડ્યુ ડેટ)સુધીમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે. જો આપ ચૂકવણી તારીખમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરો છો તો આપ કોઇ પણ પ્રકારની પેનલ્ટી વિના રિટર્નમાં અનેકવાર સુધારો કરી શકો છે.
આપ જો ચૂકવણી તારીખ બાદ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરો છો તો આપ તેમાં સુધારો કરી શકતા નથી કારણ કે તે મોડા ભરાયેલા રિટર્ન તરીકે ગણવામાં આવે છે.

અહીં અમે કોના માટે કઇ ડ્યુ ડેટ છે તે જણાવી રહ્યા છીએ...
1. પગારદારો માટે - 31 જુલાઇ, 2014.
2. 100 લાખ સુધીનું ટર્નઓવર ધરાવતા બિઝનેસ મેન માટે - 30 સપ્ટેમ્બર, 2014.
3. 25 લાખ સુધીની આવક ધરાવતા વ્યાવસાયિકો માટે - 30 સપ્ટેમ્બર, 2014.
મોડું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાના ગેરલાભ
1. ડ્યુ ડેટ બાદ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાથી બિઝનેસમાં નુકસાન કે મૂડી લાભમાં નુકસાનની ગણતરી આગળ કરી શકાતી નથી.
2. સામાન્ય રીતે ટેક્સ પેયર 1 એપ્રિલથી આકારણી વર્ષમાં તેમની રિફંડની રકમ પર વ્યાજ મેળવવા હકદાર છે. જો રિટર્ન મોડું ફાઇલ કરવામાં આવે તો તેઓ આ વ્યાજનો લાભ મેળવી શકતા નથી.
મોડું રિટર્ન ભરવું આપને કેવી રીતે મોંઘુ પડી શકે?
મોડું રિટર્ન ફાઇલ કરવાથી આપને 1 એપ્રિલથી મળતું વ્યાજ મળી શકશે નહીં.
2. જો ચૂકવણી તારીખ સુધીમાં ટેક્સ ભરવાનો રહી જાય તો કરદાતાએ પેનલ ઇન્ટરેસ્ટ ચૂકવવો પડે છે.
3. જો કરદાતા 31 માર્ચ, 2014 બાદ અને 31 માર્ચ, 2016 પહેલા ટેક્સ ભરે છે તો તેણે એસેસિંગ ઓફિસર સેક્શન 217F હેઠળ રૂપિયા 5,000 પેનલ્ટી ભરવી પડે છે.
4. જો રિટર્ન 31 માર્ચ, 2016 બાદ ભરવામાં આવે તો તેને ગેરમાન્ય ગણવામાં આવે છે.
તારણ :
કરદાતાએ ચૂકવણી તારીખ સુધીમાં રિટર્ન ફાઇલ કરવું સૌથી શ્રૈષ્ઠ છે. જે આપને માટે અનેક રીતે ફાયદાકારી નિવડે છે.












Click it and Unblock the Notifications
