ભારતમાં ટી બિલ્સ કે ટ્રેઝરી બિલ્સ શું છે?
ભારતમાં ટ્રેઝરી બિલ્સને ટી બિલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બિલ વિવિધ સમયગાળા માટે બહાર પાડવામાં આવે છે. ટૂંકા ગાળાની રોકાણ તક આપતું આ ઇન્વેસ્ટમેન્ટ મોટા ભાગે એક વર્ષના સમયગાળા માટે હોય છે.
ટ્રેઝરી બિલ્સ ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા હોવાથી તેને અત્યંત સુરક્ષિત માનવામાં આવે છે. આ કારણે અનેક મ્યુચ્યુઅલ ફંડ્સ અને સંસ્થાઓ તેમાં નાણા રોકે છે.

સરકાર દ્વારા બજારમાં ટૂંકાગાળાની નાણાકીય પ્રવાહિતા જળવાઇ રહે તે હેતુથી ટ્રેઝરી બિલ બહાર પાડવામાં આવે છે.
વર્તમાન સમયમાં ટ્રેઝરી બિલ્સ ઓક્શન દ્વારા આપવામાં આવે છે. તે મોટા ભાગે 91 દિવસથી 182 દિવસ અને 364 દિવસ માટેના હોય છે. અહીં ખાસ બાબત એ છે કે રાજ્ય સરકાર દ્વારા કોઇ પ્રકારના ટ્રેઝરી બિલ બહાર પાડવામાં આવતા નથી.
ટ્રેઝરી બિલ્સ મોટા ભાગે લઘુત્તમ રૂપિયા 25,000ની રકમના મળે છે. આ ઉપરાંત તેમાં 25,000ના ગુણાંકમાં રોકાણ કરવામાં આવે છે. ટ્રેઝરી બિલ્સ ડિસ્કાઉન્ટમા્ં મળે છે અને અંતમાં તે છૂટ મેળવી શકાય છે. ટ્રેઝરી બિલ્સ માર્કેટ સ્ટેબિલાઇઝેશન સ્કીમ (MSS) અંતર્ગત બહાર પાડવામાં આવે છે.
અનેક રોકાણકારો તેમાં સુરક્ષાને કારણે રોકાણ કરવાનું પસંદ કરે છે.












Click it and Unblock the Notifications
