જાણો : ULIPSમાં રોકાણના લાભાલાભ
યુનિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ પ્લાન (ULIPs) બીજું કશું નહીં પણ એક ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ જ છે. જે આપને ઇન્શ્યોરન્સ કવર આપવાની સાથે કેપિટલ માર્કેટમાં રોકાણ કરવાની તક પણ આપે છે. આ એક એવું કોમ્બિનેશન છે જે ઘણા ઓછા રોકાણ સાધનો પુરું પાડી શકે છે.
આવો જાણીએ ULIPsમાં રોકાણના લાભાલાભ શું છે?

ULIPsમાં રોકાણના લાભ - 1
ULIPsમાં રોકાણનો સૌથી મોટો લાભ એ છે કે આપે કયા ફંડમાં રોકાણ કર્યું છે તેના આધારે તે શ્રેષ્ઠ વળતર આપે છે. જો આપે જે ફંડની પસંદગી કરી હોય તે કેપિટલ માર્કેટમાં ઘણુ ખરુ રોકાણ કરશે તો શક્યતાઓ છે કે શેર બજાર સારું પરફોર્મ કરે ત્યારે આપના ફંડને પણ લાભ થાય.

ULIPsમાં રોકાણના લાભ - 2
ULIPsમાં રોકાણ કરવાનો લાભ એ છે કે આપનું ઇન્શ્યોરન્સ કવર થાય છે. આ વીમો ટર્મ ઇન્શ્યોરન્સ જેટલો સારો હોતો નથી પણ તેને ખરાબ કહી શકાય નહીં.

ULIPsમાં રોકાણના ગેરલાભ - 1
ULIPsમાં રોકાણનો સૌથી મોટો ગેરલાભ એ છે કે તે નિશ્ચિત વળતરની ખાતરી આપતું નથી. જેમ કે આપે જે યુલિપ ફંડમાં રોકાણ કર્યું તેણે શેર બજારમાં મોટા પાયે રોકાણ કર્યું. શેરબજારમાં મંદી આવી તે તેની અસર આપના રોકાણના વળતર પર થશે. આપને વળતર મળશે નહીં. આપ આપના નાણા પણ ગુમાવી શકો છો.

ULIPsની ખાસિયત - 1
ULIPsમાં રોકાણની ખાસિયત એ છે કે તેમાં આપ આંશિક ઉપાડ કરી શકો છો. દાખલા તરીકે આપે રૂપિયા 10,000નું રોકાણ કર્યું હોય તો તેમાંથી આપ રૂપિયા 5,000 ઉપાડી શકો છો.

ULIPsની ખાસિયત - 2
ULIPsમાં રોકાણની અન્ય ખાસિયત એ છે કે આપને આ રોકાણ પસંદ ના આવ્યું તો રોકાણના 15 દિવસની અંદર આપ આ રોકાણ પાછું ખેંચી શકો છે.












Click it and Unblock the Notifications
