For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો છો?, મિડકેપ શેરનો વાસ્તવિક અર્થ શું છે?

|
Google Oneindia Gujarati News

આપ જો શેર બજારમાં થોડો પણ રસ ધરાવતા હશો તો આપે મિડકેપ સ્ટોક્સ અને લાર્જકેપ સ્ટોક્સ શબ્દો ચોક્કસ સાંભળ્યા હશે. વાસ્તવમાં તેનું આખું નામ મિડલ કેપિટલાઇઝેશન સ્ટોક અને લાર્જ કેપિટલાઇઝેશન સ્ટોક છે.

શેર બજાર કે સ્ટોક માર્કેટમાં લાર્જ કેપ સ્ટોક એવા શેર્સને માટે કહેવામાં આવે છે જેમની મૂડી વધારે હોય. આ બાબત વિગતે સમજવા માટે આપણે કેપિટલાઇઝેશન એટલે કે મૂડીકરણ સમજવું જોઇએ.

bse

મૂડીકરણ એટલે શું?
મૂડીકરણ એટલે કોઇપણ કંપનીના ઇક્વિટી શેર્સની વર્તમાન માર્કેટ પ્રાઇસ.

દાખલા તરીકે કોઇ કંપનીના ઇક્વિટી શેર્સનું કુલ મૂલ્ય 1000 છે. એટલે કે કંપનીના શેર્સનો વર્તામન ભાવ પ્રતિ શેર રૂપિયા 10 હોય તો તેની માર્કેટ કેપિટલ 10000 થઇ.

આ કારણે મિડ કેપ સ્ટોક્સ એવા શેર્સ છે જેમનું માર્કેટ કેપિટલાઇઝેશન (બજારમાં મૂડીકરણ) લાર્જકેપ શેર્સ અને સ્મોલકેપ શેર્સની વચ્ચે હોય.

ભારતમાં મિડકેપ શેર્સ અનેક છે. દેશના અગ્રણી સૂચકઆંક નિફ્ટી મિડ કેપ 50માં ક્રોમ્પ્ટન ગ્રેવ્સ, કેનેરા બેંક, એમઆરએફ, રિલાયન્સ ઇન્ફ્રા, રિલાયન્સ કેપિટલ, સિમન્સ અને અન્ય સ્ટોક્સનો સમાવેશ થાય છે. તેમની સંખ્યા અંદાજે 50ની થવા જાય છે. આનો અર્થ એ નથી કે દેશમાં મિડકેપ શેર્સ માત્ર 50 છે. અમે અહીં નિફ્ટી 50માં સામેલ 50 શેર્સનું માત્ર ઉદાહરણ રજૂ કર્યું છે.

લાર્જકેપ સ્ટોક્સ શું છે?
લાર્જકેપ સ્ટોક્સ એવા સ્ટોક્સ છે જેમનું માર્કેટ કેપિટલાઇઝેશન સ્મોલકેપ અને મિડકેપ શેર્સ કરતા ઘણું વધારે હોય છે. ભારતમાં આવા શેર્સને બ્લુચિપ શેર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં ITC, રિલાયન્સ, ICICI બેંક, HDFC બેંક, હિન્દુસ્તાન યુનિલીવરસ ભારતી એરટેલ, ઇન્ફોસિસ, ટીસીએસ વગેરેનો સમાવેશ થાય છે.

લાર્જકેપ શેર્સમાં મોટા રોકાણકારો જેવા કે મ્યુચ્યુઅલ ફંડ, અગ્રણી FIIs, ઘરેલુ નાણાકીય સંસ્થાઓ વગેરે રોકાણ કરે છે. કારણ કે આ સ્ટોક્સમાં મોટી સંખ્યામાં સ્ટોક્સની લેવડ દેવડ થાય છે. આ શેર્સમાં વ્યક્તિગત રોકાણકારો પણ હોય છે. જો કે સ્મોલકેપ અને મિડકેપને હાઇ બીટા ગણવામાં આવે છે. તેમાં માર્કેટમાં થતી વધઘટની વધારે અસર જોવા મળે છે. લાર્જકેપ શેર્સ કરતા તેને વધારે જોખમી માનવામાં આવે છે.

English summary
What does a midcap stock actually mean?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X