કેન્સલ ચેક શું છે? તેનો ઉપયોગ શું કેવી રીતે થાય છે?
તમારામાંથી લગભગ મોટાભાગના લોકો ક્યારેકને ક્યારેક કેન્સલ ચેકનો ઉપયોગ કરી ચૂક્યા છે.
તમારામાંથી લગભગ મોટાભાગના લોકો ક્યારેકને ક્યારેક કેન્સલ ચેકનો ઉપયોગ કરી ચૂક્યા છે. બેન્કના સેવિંગ એકાઉન્ટમાં રાખેલા પૈસા તમે મોટાભાગે એટીએમ કે ડેબિટ કાર્ડથી જ ઉપાડતા હશો, પરંતુ જો અમાઉન્ટ વધુ હોય તો ચેકબુકની જરૂર પડે છે. મોટા ભાગના લોકો હજી પણ કેન્સલ ચેક વિશે નથી જાણતા. તો અહીં કેન્સલ ચેક શું છે, તેનો ઉપયોગ શું થાય છે તે અંગે માહિતી આપીશું.
આ પણ વાંચો: ઈન્ક્મ ટેક્સમાં છૂટ મેળવવા માટે હવે આ કામ કરવું પડશે

શું છે કેન્સલ ચેક?
કેન્સલ ચેક એક સામાન્ય ચેક હોય છે. જો તમારી પાસે ચેક છે અને તમે તેમાં બે આડી લાઈન પાડીને મોટા શબ્દોમાં કેન્સલ લખી દેશો તો તેને કહેવાય છે કેન્સલ ચેક. ચેકમાં તમારે બે ત્રાંસી લાઈન કરીને કેન્સલ સિવાય બીજું કશું લખવાનું નથી. ચેકમાં કેન્સલ એટલા માટે લખવામાં આવે છે કારણ કે કોઈ પણ વ્યક્તિ તેનો ખોટો ઉપયોગ ન કરી શકે. તમે કોઈ પણ બેન્કના સામાન્ય ચેકને કેન્સલ ચેક બનાવી શકો છો.
તમે જેને પણ કેન્સલ ચેક આપી રહ્યા છો, તે તમારો બેન્ક અકાઉન્ટ નંબર, IFSC કોડ, નામ વગેરે માહિતી મેળવી શકે છે.

બેન્કમાં ખાતું ખોલવા
જો તમે બીજી શાખામાં નવું અકાઉન્ટ ખોલવા ઈચ્છો છો તો બેન્ક તમારી પાસેથી એક કેન્સલ ચેક પુરાવા તરીકે માગે છે.

લોન માટે
જો તમે કોઈ બેન્ક પાસેથી લોન લઈ રહ્યા છો તો બેન્ક લોન માટે પણ કેન્સલ ચેકની જરૂર પડે છે.

રોકાણ માટે
જો તમે માર્કેટમાં રોકાણ કરવા ઈચ્છો છો, તો કેવાયસી જરૂરી છે. જેમાં પણ કેન્સલ ચેકની જરૂર પડે છે.

પેમેન્ટ લેવા માટે
કેટલીકવાર કંપનીઓ તમારી પાસેથી કોઈ પણ પ્રકારનું પેમેન્ટ લે છે ખાસ કરીને ઓનલાઈન પેમેન્ટ કરવું હોય તો તમારી પાસે કંપની કેન્સલ ચેક માગી શકે છે.

વીમા પોલિસી માટે
કેટલીકવાર વીમા કંપનીઓ પાસેથી જુદી જુદી વીમા પોલિસી લેવા માટે પણ કેન્સલ ચેક માગી શકે છે.

કેન્સલ ચેકમાંથી મળે છે આ માહિતી
- ખાતાધારકનું નામ
- બેન્ક અકાઉન્ટ નંબર
- IFSC કોડ
- MICR
- બેન્કનું નામ
- શાખાનું નામ
-
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં વાતાવરણ બગડશે -
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
IND vs ENG: શું 5 નહીં હવે 6 માર્ચે રમાશે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ? ICCએ આપ્યું અપડેટ -
રાજકોટથી મુંબઈ જવું હવે વધુ સરળ બનશે, 2 નવી ફ્લાઇટ થશે શરૂ










Click it and Unblock the Notifications
