Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મ્યુચ્યુઅલ ફંડના સંદર્ભમાં એક્સપેન્સ રેશિયો શું છે?

એક્સપેન્સ રેશિયો (ખર્ચ પ્રમાણ) એ એક પ્રકારની બિઝનેસ ટર્મ (સૂચિત નામ) છે. તેને પરિભાષિત કરીએ તો કોઇ પણ ઇન્વેસ્ટમેન્ટ કંપની દ્વારા તેના ક્લાઇન્ટ્સ (ગ્રાહકો)ના ફંડને મેનેજ કરવામાં જે ખર્ચ કરવો પડે છે તેની કિંમત છે. આ કિંમત ઇન્વેસ્ટમેન્ટ કંપની તેના ક્લાઇન્ટના ફંડને મેનેજ કરવા માટે ફી પેટે વસૂલ કરે છે.

સામાન્ય રીતે મ્યુચ્યુઅલ ફંડ્સ એસેટ મેનેજમેન્ટ કંપનીએ (એએમસી - AMC) દ્વારા મેનેજ કરવામાં આવે છે. આ માટે સ્પોન્સર્સ એએમસીની રચના કરે છે અને ટ્રસ્ટીઓ એએમસીને ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ તરીકે નિયુક્ત કરે છે. એએમસી ફંડના ખરીદ અને વેચાણ સંબંધિત તમામ પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે પ્રોફેશનલ ફંડ મેનેજર્સને રોકે છે.

personal-finance

આ માટે પંડ મેનેજર્સને જે ફી ચૂકવવામાં આવે છે તે એક્સપેન્સ રેશિયોમાં સામેલ કરવામાં આવે છે. નોંધનીય છે કે એક્સપેન્સ રેશિયોનો મોટો હિસ્સો ફંડ મેનેજર્સને ચૂકવવામાં ખર્ચ થાય છે.

એક્સપેન્સ રેશિયોમાં ફંડ મેનેજરની ફી ઉપરાંત કંપનીઓ ટેક્સ, લીગલ ખર્ચ, વહીવટી ખર્ચ, માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગ ખર્ચ વગેરેનો પણ સમાવેશ થાય છે. આ બધા ખર્ચ એક્સપેન્સ રેશિયો હેઠળ આવે છે.

ઉદાહરણ તરીકે જો આપ મ્યુચ્યુઅલ ફંડમાં રૂપિયા 50,000નું રોકાણ કર્યું હોય તો તેમાં એક્સપેન્સ રેશિયો 5 ટકા હોય છે. જેથી આપે મ્યુચ્યુઅલ ફંડ એક્સપેન્સ રેશિયો તરીકે રૂપિયા 5 ચૂકવવા પડશે.

સિક્યુરિટીના ખરીદ વેચાણમાં એક્સપેન્સ રેશિયો ગણતરીમાં લેવામાં આવતો નથી. આ ઉપરાંત અન્ય ખર્ચ જેવા કે રિડમ્પ્શન ફી, એન્ટ્રી અને એક્ઝિટ લોડ્સ પણ મ્યુચ્યુઅલ ફંડના એક્સપેન્સ રેશિયોમાં સમાવાતા નથી. આ ખર્ચાઓ મ્યુચ્યુઅલ ફંડના રોકાણકાર કે ગ્રાહક દ્વારા સીધા ચૂકવવામાં આવે છે.

વર્તમાન સમયમાં મ્યુચ્યુઅલ ફંડ લોકપ્રિય થઇ રહ્યા છે કારણ કે તેમાં ઊંચું વળતર મળી રહ્યું છે. વળી, રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે વિવિધ વિકલ્પો મળી રહે છે.

તારણ :
આપ જ્યારે પણ કોઇ પણ સાધનમાં રોકાણ કરો ત્યારે તેમાં રહેલા જોખમોની વ્યવસ્થિત જાણકારી પહેલા મેળવી લેવી જોઇએ. આ ઉપરાંત દરેક રોકાણમાં જોખમ લેવાની મર્યાદા નિર્ધારિત કરવી જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X