જાણો, શું છે બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ
જાણો, શું છે બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ
નવી દિલ્હીઃ બુધવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 7 પૈસા પ્રતિ લીટરે ઘટડો નોંધાયો છે. છેલ્લા ત્રણ દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ બદલાવ થયો નહોતો. દેશમાં રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી થાય છે. જો કે અમદાવાદમાં કોઈપણ પ્રકારની વધઘટ જોવા મળી નથી. અહીં જાણો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં દરરોજ કઈ રીતે વધ-ઘટ થાય છે.

જાણો આજે કેટલી છે કિંમત
દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 73 રૂપિયા છે. જ્યારે ડીઝલની કિંમત 68.40 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 78.59 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 69.81 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. ચેન્નઈમાં પેટ્રોલ 75.79 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 70.43 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

જાણો રોજ સવારે કેટલાય બદલાય છે ભાવ
સરકારી ઓઈલ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ દૈનિક આધાર પર 6 વાગ્યાથી પેટ્રોલ રેટ અને ડીઝલ રેટમાં સંશોધન કરે છે અને જાહેર કરે છે.

કિંમત નક્કી કરવાના આ છે આધાર
વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો શું છે, તેના આધાર પર રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બદલાવ થાય છે. આ માપદંડોના આધાર પર પેટ્રોલ અને ડીઝલ રેટ નક્કી કરવાનું કામ ઓઈલ કંપનીઓ કરે છે.












Click it and Unblock the Notifications
