For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિકરિંગ ડિપોઝિટ અને ફિક્સ્ડ ડિપોઝિટ વચ્ચે શું તફાવત છે?

|
Google Oneindia Gujarati News

જ્યારે પણ બચત અને રોકાણની વાત આવે છે ત્યારે જોખમથી દૂર રહેનારા મોટા ભાગના લોકો બેંક ડિપોઝિટમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. આવા સમયે બેંક દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી રિકરિંગ ડિપોઝિટ અને ફિક્સ્ડ ડિપોઝિટ વચ્ચે મુંઝવણ અનુભવે છે.

રિકરિંગ ડિપોઝિટ (આરડી - RD) અને ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી - FD) બંનેમાં સુરક્ષા, મેચ્યોરિટી અને વ્યાજદરના મુદ્દે સમાનતા જોવા મળે છે. આ બંને પ્રકારની ડિપોઝિટ પર એક સમાન ટેક્સ નિયમ લાગુ પડે છે.

investment-8

બંને વચ્ચે મુખ્ય તફાવત ટેક્સ કપાતમાં રહેલો છે. ફિક્સ્ડ ડિપોઝિટમાં આપનું ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજની રકમ વર્ષે રૂપિયા 10,000થી વધારે થાય તો બેંકો જ ટીડીએસ કાપી લેતી હોય છે. જ્યારે રિકરિંગ ડિપોઝિટમાં ટીડીએસ કપાતો નથી.

આવા સમયે સૌથી મોટો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે કઇ ડિપોઝિટમાં રોકાણ કરવું જોઇએ અને ક્યારે કરવું જોઇએ? જ્યારે આપણે બંને ડિપોઝિટની તુલના કરીએ છીએ ત્યારે આપણે સ્પષ્ટ જોઇ શકીએ છીએ કે એફડીમાં વધારે રિટર્ન મળે છે. કેવી રીતે તે જોઇએ...


Fixed Deposit Recurring Deposit
Invested Amount in Rs 24000
2000 p.m.
Interest Rate (p.a.) 9% compounded quarterly 9% compounded quarterly
Total Interest earned in a year (Rs) 2234
1195
Total Amount after One Year (Rs)
26324 25195
Difference (Rs) 1039

ફિક્સ્ડ ડિપોઝિટ એવી વ્યક્તિઓ માટે સારી છે જેમની પાસે કેટલીક રકમ બચત કરવા માટે પડી હોય, જેનો ઉપયોગ આગામી થોડા સમય માટે થવાનો ના હોય. ફિક્સ્ડ ડિપોઝિટમાં વ્યાજ દર મેચ્યોરિટી પિરિયડ પર આધાર રાખે છે.

રિકરિંગ ડિપોઝિટ એવી વ્યક્તિઓ માટે વધારે અનુકૂળ છે જે દર મહિને પોતાની આવકમાંથી એક ચોક્કસ રકમ બચત કરવા માંગતી હોય. તેમાં પણ વ્યાજનો દર પાકતી મુદ્દત પર આધાર રાખે છે. રિકરિંગ ડિપોઝિટ પર ટીડીએસ લાગુ પડતો નથી.

English summary
What is the Difference Between Recurring and Fixed Deposits?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X