સેન્સેક્સ અને નિફ્ટી વચ્ચે શું તફાવત છે?
દરરોજ દિવસ દરમિયાન આપણા કાનો પર બે શબ્દો એકવાર અવશ્ય અથડાય છે. સેન્સેક્સ અને નિફ્ટી. બધા જાણે છે કે આ બે શબ્દો શેર બજાર સાથે સંકળાયેલા છે. પણ આ બે વચ્ચે શું તફાવત છે તે સામાન્ય લોકો કદાચ નથી જાણતા. અહીં અમે આપને બંને વચ્ચેના મુખ્ય તફાવત અંગે જણાવીશું.
આ બંને શેરબજારના સૂચકઆંકો છે. સેન્સેક્સની સરખામણીએ નિફ્ટી વધારે વ્યાપક છે. નિફ્ટીની સરખામણીએ સેન્સેક્સ વધારે જૂનો સૂચકઆંક છે કારણ કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ભારતનું સૌથી જુનું શેરબજાર છે. જ્યારે નિફ્ટીની સ્થાપના વર્ષ 1990માં કરવામાં આવી હતી.

સેન્સેક્સમાં ફ્રી ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશન પદ્ધતિથી કામ કરે છે. આનો અર્થ એ થયો કે શેર્સનો ફ્રી ફ્લોટ ઉપયોગમાં લેવામાં આવે છે.
સેન્સેક્સ અને નિફ્ટીમાંથી વધારે લોકપ્રિય કોણ?
આ કહેવું મુશ્કેલ છે કારણ કે તેનો આધાર વ્યક્તિ કયો ઇન્ડેક્સ ટ્રેક કરે છે તેના પર રહેલો છે. નાના છુટક રોકાણકારોમાં સેન્સેક્સ વધારે લોકપ્રિય છે. જ્યારે વિવિધ રિપોર્ટિંગ એજન્સીઓ, ઇન્વેસ્ટમેન્ટ હાઉસીસ બંનેને ટ્રેક કરે છે. સેન્સેક્સ વધારે જૂનો છે તેનો અહીં ફેર પડે છે. જ્યારે જે લોકો વધારે વ્યાપક રીતે હલચલને જાણવા માંગે છે, ખાસ કરીને ફ્યુચર માર્કેટ માટે તેઓ નિફ્ટીને ટ્રેક કરે છે.












Click it and Unblock the Notifications
