For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનલૉક 1માં પેટ્રોલ, LPG, ટ્રેન, ફ્લાઈટ દરેક માટે બદલાયા આ નિયમો

1 જૂનથી દેશ લૉકડાઉનથી અનલૉક તરફ આગળ વધવાનો શરૂ થઈ ગયો છે. આના બદલાયેલા નિયમોનો તમારા પર પ્રભાવ પડવાનો છે એટલા માટે તેના વિશે જાણવુ પણ જરૂરી છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના કારણે ફરીથી એક વાર લૉકડાઉનને લંબાવવામાં આવ્યુ છે. હવે 30 જૂન સુધી દેશભરમાં લૉકડાઉન ચાલુ છે. જો કે કેન્દ્ર સરકારે આ વખતે લૉકડાઉનમાં ઘણી છૂટ આપી છે. સરકારે આ લૉકડાઉન 5ને બદલે 'અનલૉક 1'નુ નામ આપ્યુ છે. 1 જૂન 2020થી લઈને 30 જૂન સુધી દેશમાં અનલૉક 1નો ફેઝ ચાલુ છે. અનલૉકના પહેલા જ દિવસે દેશમાં ઘણુ બધુ બદલાઈ ગયુ છે. સામાન્યથી લઈને ખાસ સુધી દરેક પર આનો પ્રભાવ પડવાનો છે. આજથી ઘણા વર્તમાન નિયમોમાં ફેરફાર થઈ ગયા છે. વળી, 1 જૂનથી દેશ લૉકડાઉનથી અનલૉક તરફ આગળ વધવાનો શરૂ થઈ ગયો છે. આના બદલાયેલા નિયમોનો તમારા પર પ્રભાવ પડવાનો છે એટલા માટે તેના વિશે જાણવુ પણ જરૂરી છે.

ડબલ ઝટકો - મોંઘુ થઈ ગયુ પેટ્રોલ-ડીઝલ

ડબલ ઝટકો - મોંઘુ થઈ ગયુ પેટ્રોલ-ડીઝલ

આજે 1 જૂનથી અનલૉક 1ના પહેલા જ દિવસે લોકોને ડબલ ઝટકો લાગ્યો છે. સોમવારે સવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. અનલૉક 1ના પહેલા દિવસે ચાર રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થયો છે. મહારાષ્ટ્રમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજથી 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમત 76.31 રૂપિયા અને ડીઝલ 68.21 રૂપિયા પ્રતિ લિટર કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારે પેટ્રોલ પર સેસ 8.12 રૂપિયાથી વધીને 10.12 રૂપિયા પ્રતિ લિટર કરી દીધી. વળી, ડીઝલ પર સેસ 1 રૂપિયો વધારીને 3 રૂપિયા કરી દીધી. મહારાષ્ટ્ર ઉપરાંત મિઝોરમમાં પેટ્રોલ 2.5 ટકા અને ડીઝલ 1 રૂપિયા મોંઘુ કરી દીધુ. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ સરકારે પણ પેટ્રોલ-ડીઝલ મોંઘુ કરી દીધુ.

110 રૂપિયા મોંઘુ થયુ એલપીજી સિલિન્ડર

110 રૂપિયા મોંઘુ થયુ એલપીજી સિલિન્ડર

આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો વધ્યા બાદ આજે 1 જૂનથી એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલીપીજી સિલિન્ડરની રિટેલ પ્રાઈસ વધારી દીધી છે. 1 જૂનથી 14.2 કિલોગ્રામવાલા સબસિડી વિનાના ગેસ સિલિન્ડરની કિંમત દિલ્લીમાં 593 રૂપિયા પહોંચી ગઈ છે જે અત્યાર સુધી 581.50 રૂપિયા હતી. વળી, 19 કિલોવાળા એલપીજી સિલિન્ડરની કિંમત 1139.50 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. એટલે કે 19 કિલોવાળા સિલિન્ડરના ભાવ 110 રૂપિયા મોઘા થઈ ગયા છે. કોલકત્તામાં હવે 14.2 કિલોવાળા એલપીજીના ભાવ 616 રૂપિયા થઈ ગયા છે. મુંબઈમાં હવે સિલિન્ડર 590.50 રૂપિયામાં મળશે જ્યારે ચેન્નઈમાં 606.50 રૂપિયા આની નવી કિંમત થઈ ગઈ છે.

આજથી આખા દેશમાં એક રાશન કાર્ડ

આજથી આખા દેશમાં એક રાશન કાર્ડ

1 જૂનથી આખા દેશમાં એક દેશ એક રાશન કાર્ડની શરૂઆત થઈ ગઈ છે. પીએમ મોદીની મહત્વાકાંક્ષી યોજના 'one Nation One Ration Card' યોજનાની શરૂઆત આજથી થઈ ગઈ છે. આજથી 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક જ રાશન કાર્ડ ચાલશે. આમાં આંધ્રપ્રદેશ, ગોવા, ગુજરાત, ઝારખંડ, બિહાર, હરિયાણા, કેરળ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાના, ત્રિપુરા, પંજાબ, હિમાચલ પ્રદેશ, દાદરા તેમજ નગર હવેલી, ઓરિસ્સા, મિઝોરમ અને નાગાલેન્ડ શામેલ છે. જ્યાં આજથી એક રાશન કાર્ડ ચાલશે. આ સરકારી યોજના લાગુ થયા બાદ દેશભરમાં એક રાશનકાર્ડ લાગુ થઈ જશે. લોકો કોઈ પણ રાજ્યમાં પોતાના રાશનકાર્ડથી સરકારી અનાજ અને રાશન લઈ શકે છે. આ સરકારી યોજનાથી મોટી સંખ્યામાં ગરીબ વર્ગ અને પ્રવાસીઓને લાભ મળશે જે બીજા રાજ્યોમાં કામકાજમાટે જાય છે.

શરૂ થઈ 200 નવી ટ્રેનો

શરૂ થઈ 200 નવી ટ્રેનો

આજથી દેશભરમાં 200 નવી ટ્રેનો ચાલવા લાગી છે. શ્રમિક સ્પેશિયલ ટ્રેનો અને 30 સ્પેશિયલ એસી ટ્રેનો ઉપરાંત આજથી દેશભરમાં અલગ અલગ ભાગોમાં 200 નવી ટ્રેનો ચાલવા લાગી છે. જેના માટે ટાઈમ ટેબલ જારી કરી દેવામાં આવ્યુ છે. વળી, રેલવેએ 1 જૂનથી ચાલનારી આ ટ્રેનો માટે નવી પેસેન્જર ગાઈડલાઈન જારી કરી છે. આ ગાઈડલાઈનને મુસાફરી કરનાર દરેક યાત્રીએ માનવી પડશે.

આજથી ગો એરના વિમાન ભરશે ઉડાન

આજથી ગો એરના વિમાન ભરશે ઉડાન

ગોએરની ઘરેલુ ઉડાન સેવા આજથી ચાલુ થઈ ગઈ છે. ઘરેલુ વિમાન સેવાઓ 25 મેથી શરૂ થઈ ગઈ છે પરંતુ ગો એરે 1 જૂનથી સેવા શરૂ કરવાની વાત કહી અને આજથી પોતાની સેવા શરૂ કરી દીધી છે. વિમાન કંપનીએ કહ્યુ છે કે દર 24 કલાકમાં પૂર્ણ સેનિટાઈઝેશન અનિવાર્ય સાથે તે પોતાની સ્રવિસ શરૂ કરી રહ્યા છે.

આજથી ખુલશે મંદિર

આજથી ખુલશે મંદિર

આજથી પશ્ચિમ બંગાળે ધાર્મિક સ્થળોને ખોલી દીધા છે. પશ્ચિમ બંગાળમાં 1 જૂનથી બધા મંદિર, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો ખોલી દેવામાં આવ્યા છે. જો કે અહીં એક વારમાં 10થી વધુ લોકોને જમા થવાની અનુમતિ નથી. વળી, આજથી બંગાળમાં રેસ્ટોરાં અને શોપિંગ મૉલ પણ ખોલી દેવામાં આવ્યા છે.

આજથી ખુલશે ટુરિસ્ટ પ્લેસ

આજથી ખુલશે ટુરિસ્ટ પ્લેસ

આજથી રાજસ્થાન સરકારે પર્યટન સ્થળોને ખોલી દીધા છે. સરકારે શરૂઆતના બે સપ્તાહ તેને સંપૂર્ણપણે ફ્રી રાખ્યા છે. તમે અહીં કોઈ ચાર્જ વિના ફરી શકો છો. વળી, ત્રીજા સપ્તાહથી અડધો ચાર્જ લેવામાં આવશે. 1 જૂનથી શરૂ થતા પહેલા સપ્તાહમાં મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે આ પર્યટક સ્થળ ખુલશે.

શરૂ થઈ બસ સેવા

શરૂ થઈ બસ સેવા

આજથી હિમાચલ સરકાર અને ઉત્તર પ્રદેશ સરકારે રોડવેઝની બસોની શરૂઆત કરી દીધી છે. આ બસોમાં સખત ગાઈડલાઈનનુ પાલન કરવામાં આવશે. વળી, કર્ણાટક અને તમિલનાડુમાં પણ બસો ચાલશે પરંતુ કન્ટેનમેન્ટ ઝોનમાં પ્રવેશ નહિ કરે. યુપી સરકાર અને હિમાચલ સરકારે કહ્યુ છે કે બસોમાં મુસાફરોની સંખ્યા ક્ષમતાથી 60 ટકા જ હશે અને બસોનુ સંચાલન 7 વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી હશે.

3 જૂને વહેલી સવારે 'નિસર્ગ' વાવાઝોડુ ગુજરાત પર ત્રાટકી શકે, NDRFની ટીમો સ્ટેન્ડબાય3 જૂને વહેલી સવારે 'નિસર્ગ' વાવાઝોડુ ગુજરાત પર ત્રાટકી શકે, NDRFની ટીમો સ્ટેન્ડબાય

English summary
What will change in petrol price, new trains and flights, LPG, New govt schemes during Unlock 1.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X