જાણો : બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSEની સ્થાપના અને શરૂઆત કેવી રીતે થઇ?
ભારતમાં વડના ઝાડનું નામ આવે કે તરત જ ભૂત પ્રેતના વિચારો મનમાં ભમતા થઇ જાય છે. કારણ કે વડના ઝાડને હંમેશા ભૂત પ્રેત સાથે જોડીને જોવામાં આવે છે. પણ આપને શું એ વાતનો ખ્યાલ છે કે વડના ઝાડ સાથે માત્ર ભૂત પ્રેતની વાતો નહીં, પરંતુ ભારતના આર્થિક વિકાસની વાતો પણ જોડાયેલી છે. ભારતના આર્થિક વિકાસને દર્શાવતા એક મજબૂત સ્તંભનું જોડાણ વડના ઝાડ સાથે છે.
વાત એમ છે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસઇ (BSE)ની સ્થાપનાનો શ્રેય જે ચાર ગુજરાતીઓ અને એક પારસીને જાય છે તેઓ આ અંગેની ચર્ચા કરવા માટે વડના ઝાડ નીચે પોતાનો અડ્ડો બનાવ્યો હતો. તેમણે વડના ઝાડ નીચે બનાવેલી બેઠકમાં જ શેરબજાર શરૂ કર્યુ હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર તેઓ વર્ષ 1950ની આસ પાસ પોતાના કારોબારના સિલસિલામાં મુંબઇના ટાઉન હોલની સામે આવેલા વડના ઝાડની નીચે જ બેઠકો યોજતા હતા.
આ બેઠકમાં લોકોની સંખ્યા વધતી ગઇ. ધીરે ધીરે આ કારોબારમાં સભ્યોની સંખ્યા પણ વધતી ગઇ. વર્ષ 1875માં આ લોકોએ પોતાનું એક એસોસિએશન બનાવ્યું હતું. આ એસોસિએશનનું નામ ધ નેટિવ શેર એન્ડ સ્ટોક એસોસિએસન રાખવામાં આવ્યું હતું.
ત્યાર બાદ કામ કાજનો વ્યાપ વધતા તેમને મોટી જગ્યાની જરૂર ઉભી થઇ. આ માટે તેમણે દલાલ સ્ટ્રીટ પર એક ઓરડો ભાડે રાખ્યો હતો. ત્યાર બાદ અન્ય મોટી જગ્યા ભાડે રાખતા હતા. આ જગ્યાઓ પર આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઉભું છે.












Click it and Unblock the Notifications
