For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંક ફિક્સ્ડ ડિપોઝિટ પર TDS સર્ટિફિકેટ ક્યારે આપે છે?

|
Google Oneindia Gujarati News

આપની ફિક્સ્ડ ડિપોઝિટમાંથી જેટલી વાર ટેક્સ કાપવામાં આવે છે તેટલી વાર બેંકો આપને ટીડીએસ સર્ટિફિકેટ આપે છે. જેમાં લખ્યું હોય છેકે ફિક્સ્ડ ડિપોઝિટની વ્યાજની રકમ પર ટેક્સ કાપવામાં આવ્યો છે. જો આપની ફિક્સ્ડ ડિપોઝિટની વ્યાજની આવક રૂપિયા 10,000 કરતા વધી જાય તો તેના પર ટેક્સ લાગે છે. આ કપાત ના થાય તે માટે ફોર્મ જી અથવા ફોર્મ એચ આપવામાં આવે છે.

આવક વેરા કાયદા 1962ની કલમ 31 અનુસાર બેંકે ફોર્મ 16એમાં આપવા માટે ટીડીએસ સર્ટિફિકેટ આપવું જરૂરી છે. આ સર્ટિફિકેટ દર ત્રણ મહિને સોર્સમાંથી નાણા કપાયા બાદ 15 દિવસની અંદર આપવા જરૂરી છે. ટીડીએસ સર્ટિફિકેટ આપવાની ડ્યુ ડેટ આ મુજબ છે.

investment-16

1. 30 જુનના રોજ પૂરા થયા ક્વાર્ટર માટે કાપવામાં આવેલા ટીડીએસ માટે બેંકે 30 જુલાઇ પહેલા ટીડીએસ સર્ટિફિકેટ આપવું પડે છે.
2. 30 સપ્ટેમ્બરના રોજ પૂરા થયા ક્વાર્ટર માટે કાપવામાં આવેલા ટીડીએસ માટે બેંકે 30 ઓક્ટોબર પહેલા ટીડીએસ સર્ટિફિકેટ આપવું પડે છે.
3. 30 ડિસેમ્બરના રોજ પૂરા થયા ક્વાર્ટર માટે કાપવામાં આવેલા ટીડીએસ માટે બેંકે 30 જાન્યુઆરી, 2015 પહેલા ટીડીએસ સર્ટિફિકેટ આપવું પડે છે.
4.30 જાન્યુઆરીના રોજ પૂરા થયા ક્વાર્ટર માટે કાપવામાં આવેલા ટીડીએસ માટે બેંકે 30 મે પહેલા ટીડીએસ સર્ટિફિકેટ આપવું પડે છે.

બેંકો માટે ત્રિમાસિક ટીડીએસ સર્ટિફિકેટ આપવું ફરજિયાત છે. (ફોર્મ 16એ) ટીડીએસ રિકોન્સિલેશન એનાલિસિસ એન્ડ કરેક્શન એનેબલિંગ સિસ્ટમ (TRACES)દ્વારા તૈયાર કરવામાં આવે છે. (TRACES) ટીડીએસ સર્ટિફિકેટ ગ્રાહકના પાન નંબરને આધારે તૈયાર કરે છે. આ કારણે આ સમગ્ર પ્રક્રિયા IDBI બેંકની શાખામાં કરવામાં આવે છે.

આપને ટીડીએસ સર્ટિફિકેટ ના મળે તો શું કરશો?
જો કોઇ કારણથી આપને આપનુ ટીડીએસ સર્ટિફિકેટ ના મળ્યું તો આપે આપની બેંકનો સંપર્ક કરવો જોઇએ.બેંક આપને હાથોહાથ ટીડીએસ સર્ટિફિકેટ આપશે. જોકે વર્તમાન સમયમાં બધા જ રોકાણકારો તેમના ટીડીએસ કપાતની માહિતી TRACES મારફતે મેળવી શકે છે. જ્યાં ફોર્મ 26AS દર્શાવેલું હોય છે.

English summary
When Does a Bank Issue TDS Certificate for a Fixed Deposit?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X