જાણો : સોનુ શા માટે 2015માં સારું રિટર્ન નહીં આપે?
છેલ્લા બે વર્ષમાં સોનેરી ચમક ઝાંખી પડી છે. કારણ કે આ વર્ષો દરમિયાન સોનાએ નેગેટિવ રિટર્ન આપ્યું છે. વર્ષ 2015માં પણ સોનામાં રોકાણ કરવાથી ખાસ લાભ મળશે નથી. અલબત્ત પાછલા વર્ષોની સરખામણીએ પરફોર્મન્સ ચોક્કસ સુધરશે.
નવા વર્ષ 2015માં સોનામાં કેવું રિટર્ન મળશે તે અંગે એક્સપર્ટ્સ શું કહે છે તે જાણીએ...

1. 2015માં સોનાની સ્થિતિ
વર્ષ 2015માં સોનાની કિંમતો વર્તમાન ભાવ કરતા વધશે. દેશમાં સ્થાનિક સોનાની કિંમતોનો આધાર સોનાના આંતરરાષ્ટ્રીય ભાવો પર રહેલો છે. જો આંતરરાષ્ટ્રીય ભાવોમાં સહેજ તેજી આવે તો સ્થાનિક ભાવો પણ વધે. યુએસ ફેડ રિઝર્વ 2015માં વ્યાજના દર વધારશે. જેના પગલે સોનાની કિંમતો પર દબાણ વધશે.

2. વર્લ્ડ ઇકોનોમિક ગ્રોથ
સોનાની કિંમતોનો આધાર વર્લ્ડ ઇકોનોમિક ગ્રોથ ઉપર પણ રહેલો છે. જો વિશ્વમાં ખાસ કરીને અમેરિકામાં ઇકોનોમિક ગ્રોથ થંભી જાય તો સોનાની કિંમતોમાં તેજી આવી શકે છે. પણ વર્તમાન સ્થિતિને જોતા આવી કોઇ શક્યતા દેખાતી નથી. જેથી પણ સોનાની કિંમતોમાં વધારો થશે નહીં.

3. જીઓ પોલિટિકલ ટેન્શન
વિશ્વમાં જીઓ પોલિટિકલ ટેન્શન વધે તો સોનાની કિંમતો વધે છે. પણ વર્તમાન સ્થિતિ અનુસાર આવું કોઇ સંકટ આવી ચડે તેવી સ્થિતિ દેખાતી નથી. જેના કારણે પણ સોનાની કિંમતોમાં તેજી શક્ય નથી.

4. રૂપિયાની હિલચાલ અને સોનુ
ભારતમાં સોનાની કિંમતોનો આધાર ડોલર સામે રૂપિયાની હિલચાલ ઉપર પણ રહેલો છે. જ્યારે પણ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટે છે ત્યારે સોનુ મોંઘુ થાય છે અને રૂપિયો મજબુત બને તો સોનુ નરમ બને છે.

5. સોનામાં રોકાણ કરવું જોઇએ?
સોનામાં સારું વળતર ત્યારે જ મળી શકે જ્યારે સોનુ વર્તમાન સપાટીથી 29000ની સપાટી પાર કરે. આમ થાય તો 9થી 10 ટકા જેટલું રિટર્ન મળી શકે છે. વર્તમાન સમય અને સ્થિતિમાં આવી શક્યતાઓ નહીંવત છે. આ કારણે સોનામાં રોકાણથી દૂર રહીને ઇક્વિટીમાં નાણા રોકવા વધારે ફાયદાકારક સાબિત થશે.












Click it and Unblock the Notifications
