ડેલે પહેલીવાર લોન્ચ કર્યું 10,999માં એન્ડ્રોઇડ ટેબલેટ

Posted By: Super
Subscribe to Oneindia News

થોડાક દિવસ પહેલા લેપટોપ અને પીસી મેકર કંપની ડેલે ભારતીય બજારમાં બે નવા ટેબલેટ વેન્યુ 7 અને વેન્યુ 8 લોન્ચ કર્યા છે. 10,999 રૂપિયા અને 17,499 રૂપિયામાં લોન્ચ કરવામાં આવેલા ટેબ એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર રન કરે છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ ઉઠે છેકે આખરે ડેલે ટેબલેટ સેગમેન્ટમાં ઝંપલાવવામાં આટલું મોડું કેમ કર્યુ, જ્યારે અન્ય પીસી કંપનીઓના ટેબ ઘણા સમય પહેલા આવી ગયા હતા.

બીજો પ્રશ્ન એ કે ડેલને ટેબલેટ લોન્ચ કરવું હતુ તો માત્ર વાઇફાઇ વર્ઝન લોન્ચ કરીને તે બજારમાં હાજર બીજા ટેબલેટ્સને ટક્કર નહીં આપી શકે, કારણ કે વાઇફાઇનો પ્રયોગ હજુ ખુલ્લી રીતે નથી કરવામાં આવી રહ્યો. તેવામાં ડેલના નવા વેન્યુ ટેબ બજારમાં કેટલું પસંદ કરવામાં આવશે, તે કહેવુ મુશ્કેલ રહેશે.

શા માટે ખરીદવુ ડેલનું વેન્યુ ટેબલેટ
ભારતમાં બે વસ્તુઓની ઘણી વેલ્યુ છે, પહેલી કિંમત અને બીજી બ્રાન્ડ, ડેલ બ્રાન્ડ ભારતમાં લેપટોપ અને પીસી માટે પહેલાથી પીસી માટે જાણીતી છે અને રહી વાત કિંમતની 10,999 રૂપિયા કોઇપણ ટેબલેટ માટે વધારે કિંમત ના કહેવાય. ઉપરથી ડેલ વેન્યુના ફીચર પણ તેની કિંમતના હિસાબે સારા છે, તો ચાલો તસવીરો થકી જાણીએ ડેલના ટેબલેટના ફીચર અંગે.

વેન્યુ 7ની સ્ક્રીન

વેન્યુ 7ની સ્ક્રીન

ડેલ વેન્યુ 7માં 7 ઇન્ચની સ્ક્રીન આપવામાં આવી છે, જે આઇપીએસ એચડી ડીસપ્લે 1280 x 800 રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે.

વેન્યુ 7માં રેમ અને બેટરી

વેન્યુ 7માં રેમ અને બેટરી

વેન્યુ 7માં 2 જીબી ડીડીઆર 2 રેમ, વાઇફાઇ, બ્લુટૂથ 4.0 અને 4100 એમએએચ 1 સેલ બેટરી લાગેલી છે.

વેન્યુ 7માં ઓપરેટિંગ સિસ્ટમ

વેન્યુ 7માં ઓપરેટિંગ સિસ્ટમ

વેન્યુ 7 એન્ડ્રોઇડ 4.2 જેલીબીન ઓસ પર રન કરે છે, આશા છે કે ટેબમાં કિટકેટ 4.4 ઓએસ અપડેટ પણ યુઝરને મળશે.

વેન્યુ 8ની સ્ક્રીન

વેન્યુ 8ની સ્ક્રીન

વેન્યુ 8માં 8 ઇન્ચની સ્ક્રીન આપવામાં આવી છે. જેમાં યુઝરને 16 જીબી અને 32 જીબી બે મેમરી ઓપ્શન આપવામાં આવ્યા છે.

વેન્યુ 8માં કેમેરા

વેન્યુ 8માં કેમેરા

5 મેગા પિક્સલનો પ્રાઇમરી કેમેરા અને 2 મેગા પિક્સલનો સેકન્ડરી કેમેરા આપવામાં આવ્યો છે.

વેન્યુ 8માં કનેક્ટિવિટી

વેન્યુ 8માં કનેક્ટિવિટી

વેન્યુ 8માં 4 જી કનેક્ટિવિટી આપવામાં આવી નથી.

English summary
why you buy dell venue 7 venue 8 tablets india news

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.