ભારતમાં પર્સનલ લોન લેવામાં શા માટે સમજદારી નથી?
હવે બેંકમાંથી લોન મેળવવાનું અત્યંત સરળ થઇ ગયું છે. લોન આપવા માટે બેંકો ખુદ તમારી પાસે આવે છે. વિવિધ બેંકો દ્વારા નિમવામાં આવેલા કોલ એક્ઝિક્યુટિવ્સ આપને સામે ચાલીને પર્સનલ લોન અંગે પૂછે છે. વારંવાર આવતા કોલ્સ અને ક્યારેક ઉભી થતી પૈસાની તંગીને પગલે જો આપે એક વાર પર્સનલ લોન લઇ લીધી તો થોડા ઇન્સ્ટોલમેન્ટ્સ ભર્યા બાદ આપને એવા કોલ આવવા લાગે છે કે આપ લોન બંધ કરવા માંગો છો?
આનો અર્થ શું થયો? જો આપે રૂપિયા 3 લાખની લોન લીધો હોય અને એક વર્ષ સુધી તેની ચૂકવણી કરી હોય તેમ છતાં તેઓ વધારે ચૂકવણી કરવા ચાહે છે. આવા સમયે થાય કે પર્સનલ લોન કેવી જોઇએ કે નહીં?
આપની મુંઝવણોને દૂર કરવા માટે અહીં અમે પર્સનલ લોન અંગેની કેટલીક મહત્વની વિગતો આપી રહ્યા છીએ...

બેંકો પર્સનલ લોનનો આગ્રહ શા માટે કરે છે?
મોટા ભાગની બેંકો આપને પર્સનલ લોન લેવાનો આગ્રહ કરતી હોય છે. કારણ કે પર્સનલ લોન લેવી એ બેંકો માટે ફાયદાકારક છે. પર્સનલ લોન બેંકોના કમાઉ દીકરા છે. પર્સનલ લોન પર બેંકો 13થી 24 ટકા સુધીનો વ્યાજદર વસૂલ કરતી હોય છે. કારણ કે બેંકોની હોમ લોન, વ્હીકલ લોન 10.10 ટકાથી 12 ટકાના વ્યાજ દરે મળતી હોય છે. જ્યારે શિક્ષણ લોન તેનાથી થોડુ વધારે વ્યાજ ધરાવે છે.

ઊંચો વ્યાજ દર ચૂકવવાનું મુશ્કેલ
અન્ય કોઇ પણ બેંક લોનની સરખામણીમાં પર્સનલ લોન સૌથી વધારે મોંધી હોય છે. તમે વિચાર કરો વાર્ષિક 12થી 24 ટકા વ્યાજ ચૂકવવાનું કેટલું દુષ્કર હોય છે. જો બેંક આપને પર્સનલ લોન આપે તો તેમનું માર્જિન લગભગ બમણા જેટલું હોય છે. તેમનું રિસ્ક પણ આમાં કવર થઇ જાય છે કારણ કે આપ ડિફોલ્ટ એમાઉન્ટમાં ઇન્શ્યોરન્સ એમાઉન્ટ પણ ચૂકવો છો. જો આપ નાદાર થાવ તો ઇન્શ્યોરન્સને કારણે બેંકને તો તેના પૈસા મળી જ જાય છે.

પર્સનલ લોન લેવાથી કેવી રીતે બચશો?
આપે જ વિચાર કરવો જોઇએ કે આપને પર્સનલ લોન લેવાની શી જરૂર છે? અનેક કિસ્સાઓમાં પર્સનલ લોન લેવાનું કારણ મેડિકલ ઇમર્જન્સી હોય છે. આવી ઇમર્જન્સીથી બતવા માટે ઇન્શ્યોરન્સ પોલિસી લેવી વધારે સારી છે. વીમો આપના સ્વાસ્થ્ય ખર્ચાને નિભાવે છે.

હોલીડે ટ્રાવેલ કે શિક્ષણ માટે અયોગ્ય છે પર્સનલ લોન
જો આપ ફરવા જવા માટે પર્સનલ લોન લેવા માંગતા હોવ તો તેમ કરવાને બદલે અગાઉથી પૈસા ભેગા કરીને ફરવા જવાનું પ્લાનિંગ કરી શકાય છે. કેટલાક લોકો શિક્ષણ માટે પર્સનલ લોન લેતા હોય છે. એ જાણવું જોઇએ કે શિક્ષણ લોન પર્સનલ લોન કરતા ઓછા વ્યાજ દરે મળતી હોય છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
