ટૂંક સમયમાં નવા ફીચર્સ સાથે નેનો રજૂ કરાશે : રતન ટાટા

તેમણે એમ પણ જણાવ્યું કે દુનિયાની સૌથી સસ્તી કાર નેનોનું વેચાણ ધાર્યાં જેટલું થયું નહીં એ પાછળના તેમના કારણોમાં કારખાનું અન્યત્ર ખસેડવાનો મુદ્દો, પ્રચાર અભિયાન, ડીલરશિપ નેટવર્ક નબળું હોવું પણ છે.
આ મુદ્દાઓનો ઉકેલ લાવવામાં આવ્યો છે કે નહીં તે અંગે તેમણે જણાવ્યું કે અમે અત્યારે તમામ સમસ્યાઓના ઉકેલ પર કામ કરી રહ્યા છે. મને આશા છે કે અમે સફળ રહીશું. નેનોને લોન્ચ થયે ચાર વર્ષ થયા છે. હવે તેમાં તાજગી ભરવાની જરૂર છે. અમે એ દિશામાં કામ કરી રહ્યા છીએ.












Click it and Unblock the Notifications
