For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાનું અર્થતંત્ર ડૂબશે તો ભારતીય અર્થતંત્ર સ્થિર રહી શકશે?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 ઓક્ટોબર : અમેરિકાને આર્થિક સંકટમાંથી ઉગારવા માટે સતત પ્રયત્નો કરી રહેલા રાષ્ટ્રપતિ બરાક ઓબામા સામે બજેટને પાસ કરાવવાનો પડકાર આવીને ઉભો છે. જો બરાક ઓબામા આગામી 18 ઓક્ટોબર સુધીમાં અમેરિકાનું બજેટ પાસ કરાવવામાં સફળ નહીં થાય તો અમેરિકન માર્કેટ અને ઇકોનોમી ધીરે ધીરે ઠપ્પ થવાનું શરૂ થઇ જશે. આવી સ્થિતિમાં દુનિયાભરના બજારો પર કેવી અસર થશે તેનો અંદાજો લગાવી શકાય એમ છે.

આ સ્થિતિમાં અમેરિકા સાથે ઘનિષ્ઠ વ્યાપારી સંબંધો ધરાવતા ભારત સામે પણ પડકાર આવીને ઉભો રહી શકે છે. ભારતીય અર્થતંત્રના કયા સેક્ટર પર તેની સૌથી વધારે અસર થશે અને આ અસરને ખાળવા ભારત પાસે કોઇ ઇલાજ છે ખરો તે આવો જાણીએ...

અમેરિકામાં શટડાઉન, વાસ્તવિકતા શું છે?

અમેરિકામાં શટડાઉન, વાસ્તવિકતા શું છે?

અમેરિકામાં શટડાઉનની વાસ્તવિકતા એ છે કે જે રીતે ભારત સરકાર દેશને ચલાવવા માટે દર વર્ષે 28 ફેબ્રુઆરીએ વાર્ષિક બજેટ રજૂ કરે છે અને એપ્રિલથી તેને અમલી બનાવે છે, તેવી જ રીતે અમેરિકાની સરકાર દર વર્ષે 30 સપ્ટેમ્બરે તેમનું વાર્ષિક બજેટ રજૂ કરે છે અને 18 ઓક્ટોબરથી તેને અમલી બનાવે છે. વિરોધ પક્ષના વિરોધને પગલે આ વર્ષે બજેટ મંજૂર થઇ શક્યું નથી.

વિરોધ પક્ષનો વિરોધ શા માટે?

વિરોધ પક્ષનો વિરોધ શા માટે?

અમેરિકાની સંસદમાં વિરોધ પક્ષ રિપબ્લિકન પાર્ટીને બજેટમાં ઓબામાની અતિ મહત્વકાંક્ષી હેલ્થકેર યોજના સામે ખાસ વિરોધ છે. આ યોજનામાં સૌથી વધારે લાભ વૃદ્ધોને આપવામાં આવ્યા છે. વૃદ્ધો ઇન્ટરનેટની મદદથી આ યોજનાનો લાભ મેળવી શકે છે. આ દ્વારા તેમના સ્વાસ્થ્યની સંપૂર્ણ જવાબદારી સરકાર લેશે. ઓબામા આ યોજનાને ચાલુ રાખવા માંગે છે. જેના માટે ઓબામાએ બજેટમાં વધારાની જોગવાઇ પણ કરી છે.

વિરોધ પક્ષની ઇચ્છા

વિરોધ પક્ષની ઇચ્છા

આ યોજનાને કારણે અર્થતંત્ર પર પડી રહેલા ભારણને જોતા રિપબ્લિકન પાર્ટીનું કહેવું છે કે આ યોજનાને ઓછામાં ઓછી એક વર્ષ માટે પડતી મુકવામાં આવે. જો કે ઓબામા આમ કરવા માટે તૈયાર નથી.

દેવાની સીમા મર્યાદા

દેવાની સીમા મર્યાદા

ઓબામાના વહીવટી તંત્ર પાસે વર્તમાન સમયમાં ટેકનિકલી જોઉએ તો વાર્ષિક 16.7 ખરબ ડોલરનું ધિરાણ મેળવવાની સીમા છે. ઓબામાની ઇચ્છા છે કે સેનેટ જરૂર પડે ત્યારે દેવું લેવાની સીમા વધારવા માટે તેમને પરવાનગી આપે. રિપબ્લિકન પાર્ટી આ મુદ્દે પણ તેમને મંજુરી આપવા માટે તૈયાર નથી. ઓબામાની આ માંગણીથી વિરોધપક્ષ રિપબ્લિકન પાર્ટી ખૂબ નારાજ છે.

અમેરિકા ક્યાંથી મેળવે છે ધિરાણ

અમેરિકા ક્યાંથી મેળવે છે ધિરાણ

અમેરિકા તેની જરૂરિયાત પૂરી કરવા માટે આર્થિક સંસ્થાઓ, બેંકો, કોર્પોરેશન્સ અને વિદેશી સંસ્થાઓ પાસેથી ધિરાણ મેળવે છે. આ ધિરાણ પર તે વ્યાજ પણ ચૂકવે છે. જે દેશોની બેંકો, આર્થિક સંસ્થાઓ અથવા વિદેશી રોકાણકારો પાસેથી તે ઉધાર મેળવે છે તેમાં મુખ્યત્વે હોંગ કોંગ, ચીન, બેલ્જિયમ, લક્ઝમ્બર્ગ અને તાઇવાનનો સમાવેશ થાય છે. જરૂર પડે ત્યારે અમેરિકા સ્વીસ બેંક પાસેથી પણ ધિરાણ મેળવે છે.

ભારત પર શું અસર

ભારત પર શું અસર

અમેરિકા અને ભારત વચ્ચે ગાઢ વ્યાપાર સંબંધ છે. ભારતના કુલ વ્યાપારનો 50 ટકાથી વધારે હિસ્સો અમેરિકા સાથે જોડાયેલો છે. ભારતના વિદેશ વેપારની ધુરી અમેરિકન ડોલર છે. વિદેશી રોકાણ મુદ્દે પણ ભારત મોટા ભાગે અમેરિકા પર નિર્ભર છે. જો અમેરિકાના અર્થતંત્રના ડબ્બાડૂલ થશે તો ભારતીય શેર માર્કેટ અને કોમોડિટી માર્કેટમાં ભૂકંપની સ્થિતિ સર્જાઇ શકે છે. રૂપિયો વધારે નબળો પડી શકે છે. તેના કારણે ભારતનો વિકાસ દર પર અત્યંત ખરાબ અસર પડી શકે છે.

ભારતમાં રોજગારી પર અસર

ભારતમાં રોજગારી પર અસર

ભારતની મોટા ભાગની આઇટી કંપનીઓ અમેરિકામાં સર્વાધિક બિઝનેસ ધરાવે છે. અમેરિકાના અર્થતંત્રમાં શટડાઉનને પગલે આ કંપનીઓના બિઝનેસ પર અસર થઇ શકે છે જેની સીધી અસર રોજગાર પર પડશે. કામ મળવાનું બંધ થતા કંપનીઓ કર્મચારીઓને છૂટા કરી શકે છે. જેના કારણે ભારતમાં બેરોજગારી વધી શકે છે.

English summary
Will US economy sink in 17 days?; Its effect on Indian economy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X