Wipro Q4 Results 2025 : વિપ્રોનો નફો વધીને 3,570 કરોડ થયો, આવકમાં મોટો ઉછાળો
Wipro Q4 Results 2025 : ભારતીય શેર બજારમાં હાલ ચોથા ત્રિમાસિક પરિણામોની સિઝન ચાલી રહી છે. ઘણી કંપનીઓ વર્ષ 2024-25 માટેના છેલ્લા ત્રિમાસિક ગાળાના (જાન્યુઆરીથી માર્ચ) પરિણામ જાહેર કરી રહી છે. આ કડીમાં મિડકૅપ આઈટી કંપની વિપ્રો (Wipro) એ પણ પોતાના Q4FY25 પરિણામ જાહેર કર્યા છે.
કંપનીએ એક્સચેન્જને આપેલી માહિતી મુજબ, જન્યુઆરીથી માર્ચ વચ્ચે વિપ્રોનો નફો 3,569.9 કરોડ રહ્યો છે, જે ગયા ત્રિમાસિકથી વધારે છે. કંપનીની કુલ આવક પણ વધીને 22,504.2 કરોડ થઈ છે, જયારે ગયા ત્રિમાસિકે આ આવક ₹22,208.3 કરોડ હતી. કંપનીએ ત્રિમાસિક ધોરણે નફા અને આવક બંનેમાં મોટી વૃદ્ધિ નોંધાવી છે.

કંપનીએ જણાવ્યું છે કે તેનુ ઓપરેટિંગ માર્જિન હવે 17.5% પર પહોંચ્યુ છે, જે વર્ષ પ્રમાણે 1.1% નો વધારો દર્શાવે છે. જો કે IT સર્વિસીસ સેગમેન્ટમાંથી આવક 2,596.5 મિલિયન ડોલર રહી છે, જેમાં ત્રિમાસિક ધોરણે 1.2% અને વર્ષ દરમિયાન 2.3% ની ઘટ છે.
કંસ્ટન્ટ કરન્સી અનુસાર, આ આવકમાં 0.8% ની ઘટ નોંધાઈ છે. છતાં કુલ બુકિંગમાં 13.4% નો વધારો થયો છે, જે હવે 3.96 બિલિયન પર પહોંચ્યુ છે. ખાસ વાત એ છે કે લાર્જ ડીલ બુકિંગ પણ 48.5% વધીને 1.76 બિલિયન થઈ ગઈ છે.
કંપનીએ ચોથા ત્રિમાસિકમાં 3,746.5 કરોડનો ઓપરેટિંગ કેશ ફ્લો જાહેર કર્યો છે, જે કંપનીના મજબૂત નાણાકીય સંચાલનનો ઈશારો આપે છે.
વિપ્રોએ FY26ના પ્રથમ ત્રિમાસિક માટે -1.5% થી -3.5% સુધી આવક વૃદ્ધિનું અનુમાન આપ્યું છે. અગાઉ કંપનીએ આવક વૃદ્ધિ માટે -1% થી +1% વચ્ચે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ FY25ના Q4 માટે પણ આવક વૃદ્ધિ માટે -1% થી +1% વચ્ચેનું સૂચન આપવામાં આવ્યું હતું.
કંપનીએ જણાવ્યું કે એટ્રિશન રેટ (કર્મચારીઓના છોડવાના દર) માં પણ ઘટાડો થયો છે. FY25ના Q4માં એટ્રિશન રેટ 15% રહ્યો છે, જયારે ગયા ત્રિમાસિકમાં તે 15.3% હતો.
નતીજાઓના જાહેરાત પહેલા જ BSE પર વિપ્રોનો શેર લગભગ 1.5% વધીને ₹247.50 પર બંધ રહ્યો હતો. વિપ્રોનો 52 અઠવાડિયાનો ઊંચો ભાવ 324.55 રહ્યો છે, જ્યારે નીચો ભાવ 208.40 હતો.
વર્ષ 2025માં અત્યારસુધી શેર મોટેભાગે સ્થિર રહ્યો છે પરંતુ છેલ્લા 2 વર્ષમાં આ શેરે 27%નો રિટર્ન આપ્યુ છે. હાલમાં વિપ્રોનું બજાર મૂલ્ય 2.59 લાખ કરોડ છે.












Click it and Unblock the Notifications
