For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલા બેંકની 25 શાખાઓ ચાલુ વર્ષના અંત સુધીમાં કાર્યરત થશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 ઓગસ્ટ : સરકારે ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં પ્રસ્તાવિત ભારતીય મહિલા બેંકની અંદાજે 25 શાખાઓ ખોલવાની યોજના બનાવી છે. ભારતની આ પહેલા સંપૂર્ણ રીતે જાહેર ક્ષેત્રની મહિલા બેંક હશે.

એક અધિકારીએ જણાવ્યું કે ભારતીય મહિલા બેંકે મુંબઇ, દિલ્હી, કોલકત્તા, ચેન્નાઇ, ઇન્દોર અને ગુવાહાટીમાં 15 ઓક્ટોબર સુધી પ્રથમ છ શાખાઓની કામગીરી પૂર્ણ કરી તેને શરૂ કરવાની દરખાસ્ત રજૂ કરી છે. મહિલા બેંકોની શાખાઓની કુલ સંખ્યા 31 માર્ચ, 2014 એટલે કે વર્તમાન નાણાકીય વર્ષના અંત સુધીમાં 25 સુધી લઇ જવાનું આયોજન છે.

women-bank

સરકારે મહિલા બેંકો માટે રૂપિયા 1000 કરોડની પ્રારંભિક મૂડીને પહેલાથી જ મંજૂરી આપી દીધી છે. નાણામંત્રી પી ચિદમ્બરમે પોતાના બજેટ ભાષણમાં આ બેંકો અંગે જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે સરકાર કોલકત્તા, ગુવાહાટી, ચેન્નાઇ, બેંગલોર, જયપુર, લખનૌ, મૈસૂર અને ઇન્દોરમાં શાખા ખોલવા માટે જગ્યાઓ શોધી રહી છે. આ બેંકની મુખ્ય ઓફિસ દિલ્હીમાં હશે. આ મુખ્ય શાખા નવેમ્બર સુધીમાં કાર્યરત બને તેવી શક્યતા છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ભારતીય મહિલા બેંક માટે જૂનમાં જ સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી હતી. આ માટે બેંકિંગ કંપનીની સ્થાપના કરવામાં આવી રહી છે. આ બેંકના મુખ્ય ઉદ્દેશ્યોમાંથી એક મહિલાઓની બેંકિંગ જરૂરીયાતો પૂરી કરવી અને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે.

આ મહિનાના પ્રારંભમાં નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે તે વર્તમાન ચોમાસુ સત્રમાં મંજૂરી માટે પહેલી અનુપૂરક અનુદાન માંગ રજૂ કરશે. નાણા રાજ્યમંત્રી નમો નારાયણ મીણાએ જણાવ્યું હતું કે બેંક માટે રૂપિયા 1000 કરોડ રૂપિયાની પ્રારંભિક મૂડી નિર્ધારિત કરવામાં આવી છે. જેથી સામાન્ય વેપાર માટે મૂડીની કોઇ સમસ્યા અવરોધ ના બને.

English summary
Women's Bank 25 branches will opened by end of current fiscal year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X