WPI Inflation Data : મોંઘવારી વચ્ચે આવ્યા રાહતના સમાચાર, માર્ચમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 1.34 ટકા થયો
WPI Inflation Data : દેશમાં મોંઘવારી બાબતે રાહતના સમાચાર આવ્યા છે. સરકારે 17 એપ્રિલના રોજ હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ એટલે કે WPI આધારિત મુદ્રાસ્ફિતિના આંકડા જાહેર કર્યા છે.
વાણિજ્ય મંત્રાલયના આંકડામાં જણાવ્યા અનુસાર, છૂટક મોંઘવારી દરના માર્ચમાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 1.34 ટકા થયો છે. જે ગત મહિને એટલે કે ફેબ્રુઆરીમાં 3.85 ટકા હતા.

જાણો મોંઘવારી દર ઘટવાનું કારણ શું છે
વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, માર્ચ 2023માં ફુગાવાના દરમાં ઘટાડો મુખ્યત્વે મૂળભૂત ધાતુઓ, ખાદ્ય ઉત્પાદનો, કાપડ, બિન-ખાદ્ય વસ્તુઓ, ખનિજો, રબર અને પ્લાસ્ટિક ઉત્પાદનો, ક્રૂડ પેટ્રોલિયમ-નેચરલ ગેસ અને કાગળના ઉત્પાદનોના ભાવમાં ઘટાડો થવાને આભારી છે.
WPI આધારિત ફુગાવો સતત 10મા મહિને ઘટ્યો છે
આ સતત 10મો મહિનો છે, જ્યારે જથ્થાબંધ મોંઘવારી દરમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. આ અગાઉ ફેબ્રુઆરી મહિનામાં WPI આધારિત ફુગાવાનો દર 3.85 ટકા હતો, જાન્યુઆરી 2023માં જથ્થાબંધ મોંઘવારી દર 4.73 ટકા હતો. ડિસેમ્બરમાં જથ્થાબંધ ફુગાવાનો દર 4.95 ટકા હતો. આ રીતે માર્ચમાં જથ્થાબંધ મોંઘવારી દર 29 મહિનાના સૌથી નીચા સ્તરે આવી ગયો છે.
માર્ચમાં છૂટક ફુગાવો ઘટીને 15 મહિનાની નીચી સપાટીએ રહ્યો
ઉલ્લેખનીય છે કે, માર્ચમાં રિટેલ મોંઘવારી દરમાં જોરદાર ઘટાડો નોંધાયો હતો. માર્ચમાં રિટેલ મોંઘવારી દર 5.66 ટકાના 15 મહિનાના નીચલા સ્તર પર આવી ગયો હતો. આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં રિટેલ મોંઘવારી દર 6.44 ટકા અને જાન્યુઆરીમાં 6.52 ટકા હતો.












Click it and Unblock the Notifications
