keyboard_backspace

Covid-19: સ્પુતનિક-વી, કોવિશીલ્ડ, કોવેક્સીન, ત્રણેય વેક્સીનમાં શું તફાવત છે? જાણો

Covid-19: સ્પુતનિક-વી, કોવિશીલ્ડ, કોવેક્સીન, ત્રણેય વેક્સીનમાં શું તફાવત છે? જાણો

Google Oneindia Gujarati News

કોરોનાવાયરસ સામે રક્ષણ આપવાના ઉદ્દેશ્યથી રશિયામાં તૈયાર કરવામાં આવેલી દુનિયાની પહેલી રજિસ્ટર્ડ વેક્સીન સ્પુતનિક-વીને ભારતમાં મંજૂરી મળી ગઈ છે. દેશમાં વધતા કોરોનાવાયરસના કેસ બાદ ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયાએ વેક્સીનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. રશિયા પ્રત્યક્ષ રોકાણ કોષ (આરડીઆઈએફ)એ આ અંગે જાણકારી આપી છે. ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મેળવનાર સ્પુતનિક ત્રીજી વેક્સીન છે. ભારતમાં અત્યાર સુધી કોવિડ રસીકરણ માટે કોવિશીલ્ડ અને કોવેક્સીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. હવે સ્પુતનિક વીના ઉપયોગની મંજૂરી મળ્યા બાદ આ બે વેક્સીન પર નિર્ભરતા ઘટવાની સાથે જ રસીકરણમાં તેજી આવશે. ભારત સ્પુતનિક વી વેક્સીનને મંજૂરી આપનાર 60મો દેશ છે. આવો ભારતમાં ઉપયોગમાં લેવાતી આ ત્રણેય વેક્સીનની ખાસિયત અને તેના તફાવત વિશે જાણીએ...

કઈ કંપનીએ બનાવી છે વેક્સીન?

કઈ કંપનીએ બનાવી છે વેક્સીન?

સ્પુતનિક વીને ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયાએ ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે જેના નામે દુનિયાની પહેલી કોવિડ 19 વેક્સીન હોવાનો રેકોર્ડ નોંધાયેલો છે. સ્પુતનિક વી વેક્સીનનું નિર્માણ રશિયા રૂસી પ્રત્યક્ષ રોકાણ કોષની મદદથી કરવામાં આવ્યું છે. શરૂઆતમાં આ વેક્સીનને આયાત કરવામાં આવશે પરંતુ બાદમાં હૈદરાબાદ સ્થિત ડૉ રેડ્ડી લેબમાં તેનું ઉત્પાદન કરાશે.

સ્પુતનિક વી ઉપરાંત ભારતમાં આપવામાં આવતી અન્ય બે વેક્સીનનું નિર્માણ દેશમાં જ થઈ રહ્યું છે. જેમાં કોવિશીલ્ડ વેક્સીન પુણે સ્થિત દુનિયાની સૌથી મોટી વેક્સીન નિર્માતા કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયા કરી રહી છે. કોવિશીલ્ડ વેક્સીનના વિકાસમાં ઑક્સફોર્ડ યૂનિવર્સિટી અને એસ્ટ્રેજેનેકાએ મળીને કર્યું છે. જેથી આ વેક્સીનને ઓક્સફોર્ડ-એસ્ટ્રેજેનેકા વેક્સીન પણ કહેવાય છે.

ભારતમાં વધુ એક વેક્સીન ઉપયોગમાં લેવાઈ રહી છે જેનું નામ કોવેક્સીન છે. કોવેક્સીનનું નિર્માણ હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કરી રહી છે. આ વેક્સીનનો વિકાસ ભારત બાયોટેકે આઈસીએમઆઈ સાથે મળીને કર્યો છે.

કઈ વેક્સીન કેટલી અસરકારક?

કઈ વેક્સીન કેટલી અસરકારક?

ભારતમાં ત્રીજી વેક્સીનના રૂપમાં મંજૂરી મેળવનાર સ્પુતનિક વીને હજી સુધી 60 દેશોએ મંજૂરી આપી દીધી છે. સ્પિતનિક વીના રશિયામાં ટ્રાયલ દરમ્યાન સંપૂર્ણપણે સુરક્ષિત મળ્યા બાદ જ ડીસીજીઆઈએ ભારતમાં આપાત ઉપયોગની મંજૂરી આપી છે. વેક્સીન નિર્માણ કરતા ગામાલેયા રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટે જણાવ્યું કે સ્પુતનિક વેક્સીન 91.6 ટકા પ્રભાવી છે. વેક્સીન નિર્માતાઓ મુજબ સ્પુતનિકનો પહેલો ડોઝ 87.6 ટકા સુરક્ષા આપી શકે છે.

જ્યારે ભારતમાં નિર્મિત કોવેક્સીન ત્રીજા તબક્કાના ટ્રાયલમાં 81 ટકા અસરકારક મળી આવી છે. વેક્સીનના ત્રીજા તબક્કામાં 25800 લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યું હતું. જ્યારે ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ ત્રીજા તબક્કામાં 80 ટકા પ્રભાવી મળી છે.

કઈ વેક્સીન કેટીલ મોંઘી

કઈ વેક્સીન કેટીલ મોંઘી

હાલ સરકારી હોસ્પિટલમાં કોવિડ રસીકરણ નિઃશુલ્ક કરવામાં આવી રહ્યું છે પરંતુ ખાનગી હોસ્પિટલમાં રસીકરણ માટે સરકારે કિંમત નક્કી કરી છે. વર્તમાનમાં જે બે વેક્સીન કોવિશીલ્ડ અને કોવેક્સીન દ્વારા રસીકરણ કરવામાં આવી રહ્યું છે તેના હરેક ડોઝની કિંમત 250 રૂપિયા રાખવામાં આવી છે. હરેક વેક્સીનના બે ડોઝ લેવા જરૂરી છે.

જ્યારે ત્રીજી વેક્સીન સ્પુતનિકની કિંમત શું હશે તેને લઈ હજી કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી. પરંતુ રસીકરણના નિષ્ણાંતોનું માનવું છે કે નવી વેક્સીનની કિંમત પણ તેની આસપાસ જ હોવાની સંભાવના છે.

વેક્સીનના બંને ડોઝમાં કેટલો તફાવત

વેક્સીનના બંને ડોઝમાં કેટલો તફાવત

અત્યાર સુધી જે બે વેક્સીનથી રસીકરણ કરવામાં આવી રહ્યું છે તેમાં શરૂઆતમાં બંને વેક્સીનમાં 4 અઠવાડિયાનો તફાવત રાખવામાં આવ્યો હતો. બાદમાં નિષ્ણાંતોની સલાહ પર કોવિશીલ્ડ વેક્સીન માટે આ તફાવત વધારીને 6થી 9 અઠવાડિયાં કરી દેવાયો હતો. નિષ્ણાંતોને જાણવા મળ્યું કે કોવિશીલ્ડ વેક્સીન 6થી 8 અઠવાડિયામાં આપવા પર વધુ અસરકારક સાબિત થઈ રહી હતી. જે બાદ ડોઝમાં તાવતને વધારવાનો ફેસલો કરવામાં આવ્યા છે. જ્યારે કોવેક્સીન રસીના બે ડોઝમાં પહેલાની જેમ જ 4 અઠવાડિયાનો તફાવત રાખવામાં આવ્યો.

દર્દીની અંદર કોરોના પરંતુ RT-PCR ટેસ્ટ નેગેટીવ, વાંચો નવા વેરિઅંટ પર ચોંકાવનારો રિપોર્ટદર્દીની અંદર કોરોના પરંતુ RT-PCR ટેસ્ટ નેગેટીવ, વાંચો નવા વેરિઅંટ પર ચોંકાવનારો રિપોર્ટ

English summary
Detailed information about all three corona vaccine Sputnik-V, Covishield, covaxin
Related News
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X