દેશ આઝાદ થઇ ગયો પરંતુ શું આપણે આઝાદ થયા?
આજે ભારત 78મો આઝાદી દિવસ ઉજવી રહ્યો છે. ત્યારે મનમાં સવાલ ઉઠે કે શું ખરેખર આપણે આઝાદ છીએ? અનેક એવા દુષણો છે જે આપણને આઝાદ કરતાં પછાત વધારે સાબિત કરે છે. માણસોમાંથી લુપ્ત થતી માણસાઇ આપણને આઝાદી હોવા છતાં આપણને ગુલામ જેવી અનુભૂતિ કરાવે છે.

શહીદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુ જેવા વીર સ્વતંત્ર સેનાનીઓએ આપણને આઝાદી અપાવવા માટે ભર જુવાનીએ ફાંસીના માંચડે ચડી ગયા હતા, ભારતના ભવિષ્ય માટે પોતાના જીવની કુરબાની આપવા બાબતે બીજીવાર વિચાર પણ ના કર્યો. અને આપણે તેમની ભાવી પેઢી કઈ દિશા તરફ ભટકી ગયા છીએ? કદાચ આજના ભારતનું દ્રષ્ય આ વીર શહીદો જોઈ લે તો તેમને પણ આપણાથી ઘૃણા થઇ જાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી. મળેલી આઝાદીનો આપણે યોગ્ય ઉપયોગ કરી રહ્યા છીએ?
ભારત તો આઝાદ થઇ ગયું પણ 78 વર્ષ પછી પણ હજી સ્ત્રીઓ અસુરક્ષાથી આઝાદ નથી થઇ, નેશનલ ક્રાઇમ રિપોર્ટ બ્યૂરો (National Crime Report Bureau) મુજબ 6 મિનિટે ભારતમાં એક અબળા પર બળાત્કાર થાય છે. જે ભારત જેવી સભ્ય સંસ્કૃતિ માટે કલંક સમાન છે.
ભારત આઝાદ થયાને 78 વર્ષ થઇ ગયાં છતાં હજી પણ વિદ્યાર્થીઓ બેરોજગારીથી આઝાદ નથી થયા, બાળકો ભૂતિયા શિક્ષકોથી આઝાદ નથી થયા, યુવાનો ડ્રગ્સ, દારુ, ગાંજો, ચરસ જેવા નસીલા પદાર્થોની લતથી આઝાદ નથી થયા. ગરીબો ગરીબીથી આઝાદ નથી થયા.
કદાચ આ ભારતની આવી ભયાવહ સ્થિતિ જોઈ આપણી આઝાદી માટે ખુદના જીવની આહુતિ આપનાર શહીદ ભગત સિંહ, સુખદેવ, રાજગુરુ, મોહનદાસ કરમચંદ ગાંધી, લાલા લજપતરાય, રામ પ્રસાદ બિસ્મીલ જેવા અનેક સ્વતંત્રતા સેનાઓને પણ અફસોસ થતો હશે. શું તેમણે આવાં ભારત માટે આપણને આઝાદી અપાવી હતી? અંગ્રેજોથી તો આપણને આઝાદી મળી ગઈ છે પરંતુ આવાં દુષણોથી આપણે ક્યારે આઝાદ થશું?












Click it and Unblock the Notifications
