One Nation One Election : વન નેશન વન ઈલેક્શન દેશ માટે જરૂરી કે પોલિટિકલ એજન્ડા? જાણો નફા-નુકસાન?
One Nation One Election : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશમાં વન નેશન વન ઈલેક્શન લાગુ કરવાની જાહેરાત તકી છે. આ નિર્ણય બાદ રાજનીતિ શરૂ થઈ છે.
ઘણા લોકો સવાલ કરી રહ્યાં છે કે એક સાથે બે રાજ્યોની ચૂંટણી સાથે ન કરાવી શકનારી નરેન્દ્ર મોદી સરકાર માટે વન નેશન વન ઈલેક્શન ખરેખર કોઈ જરૂરત છે કે કે પછી પોલિટિકલ એજન્ડા?

સરકાર અને ઈલેક્શન કમિશન પર જે રીતે સવાલો ઉઠ્યા છે કતેની વચ્ચે આ સવાલો ઘણા વાજબી છે. આજે આપણે વન નેશન-વન ઈલેક્શનના નફા નુકસાન વિશે વાત કરવાના છીએ.
વન નેશન વન ઈલેક્શનના ફાયદા
- ચૂંટણી ખર્ચમાં ઘટાડો
સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ ચૂંટણી ખર્ચ પર નજર રાખે છે, તેનો અંદાજ હતો કે 2023ની લોકસભા ચૂંટણીમાં 1 લાખ કરોડનો ખર્ચ થયો છે, જે 2019ની લોકસભા ચૂંટણીમાં ખર્ચ કરાયેલી રકમ કરતાં બમણો હતો. લોકસભા ચૂંટણી સાથે રાજ્યોમાં વિધાનસભા, સ્થાનિક સંસ્થા અને પંચાયતની ચૂંટણીઓ યોજાશે તો ઘણો ખર્ચ બચી જશે.
- વારંવારની આચારસંહિતામાંથી મુક્તિ
ચૂંટણીની તારીખો જાહેર થતાં સંબંધિત વિસ્તારમાં આચારસંહિતા લાગુ થઈ જાય છે, જેના કારણે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ ચૂંટણી મોડમાં આવી જાય છે અને કામકાજ ઠપ થઈ જાય છે. વન નેશન-વન ચૂંટણી આદર્શ આચારસંહિતા વારંવાર લાગુ થવાથી રાહત આપશે.
- સુરક્ષા દળો પરના બોજમાં ઘટાડો
સ્થાનિક પોલીસની સાથે સુરક્ષા દળોને ચૂંટણી દરમિયાન સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવે છે. ચૂંટણી દરમિયાન પુનરાવર્તિત ફરજમાંથી રાહત મેળવીને સુરક્ષા દળો પર કામનું ભારણ ઘટશે.
- વિકાસના કામોને વેગ
ચૂંટણીની આચારસંહિતા વિકાસના કામો પર બ્રેક લગાવે છે. અત્યાર સુધી દેશમાં દરેક જગ્યાએ આવું વારંવાર થાય છે, વન નેશન-વન ઈલેક્શન સાથે આવું પાંચ વર્ષમાં માત્ર એક જ વાર થશે. જેથી વિકાસના કામોને વેગ મળશે.
વન નેશન વન ઈલેક્શનનું નુકસાન
- રાજ્ય સ્તરના મુદ્દાઓને દબાઈ જશે
વન નેશન વન ઈલેક્શન મુદ્દે રાજકીય પક્ષો વચ્ચે કોઈ સહમતિ નથી. તેનું કારણ એ છે કે પ્રાદેશિક પક્ષોને લાગે છે કે આ સિસ્ટમથી માત્ર રાષ્ટ્રીય પક્ષોને જ ફાયદો થશે. પ્રાદેશિક પક્ષોને આનાથી નુકસાન થશે. રાષ્ટ્રીય મુદ્દાઓની સામે રાજ્ય સ્તરના મુદ્દા સામે પાંગળા સાબિત થશે. આનાથી રાજ્યોના વિકાસને અસર થશે.
- ચૂંટણી પરિણામો
માનવામાં આવે છે કે એક ગેરફાયદો એ છે કે જો દેશમાં કોઈ એક પક્ષની લહેર હોય અને એક સાથે ચૂંટણી યોજાય તો ચૂંટણીના પરિણામો પર પણ અસર થઈ શકે છે.
- રાજ્ય સરકારોની મનમાની વધશે
એવું માનવામાં આવે છે કે વન નેશન વન ઈલેક્શન સિસ્ટમના અમલથી રાજ્ય સરકારો નિરંકુશ બની જશે.
- એકસાથે મોટો ખર્ચ
ચૂંટણી પંચે વન નેશન વન ઈલેક્શનના અમલ પછી ઈવીએમની ખરીદી માટે દર 15 વર્ષે લગભગ 10,000 કરોડના રિકરિંગ ખર્ચનો અંદાજ મૂક્યો છે. જે હાલમાં હપ્તેથી ખર્ચવામાં આવે છે, જેના કારણે એકસામટો લોડ આવતો નથી.












Click it and Unblock the Notifications
