નમસ્તે ટ્ર્મ્પ કરનારા પીએમ મોદીને ડોનાલ્ડ ટ્ર્મ્પે શપથગ્રહણ માટે કેમ આમંત્રણ ન આપ્યુ?
20 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી અમેરિકાના પ્રેસિડેન્ટ બનવા જઈ રહ્યાં છે. ટ્રમ્પના શપથ ગ્રહણ માટે દુનિયાભરના મોટા નેતાઓને આમંત્રણ મોકલાયા છે.
જો કે આ વખતે ટ્રમ્પે પોતાના મિત્ર ગણાવતા નરેન્દ્ર મોદીને ઠેંગો દેખાડ્યો છે. ચીનના રાષ્ટ્રપતિને વ્યક્તિગત આમંત્રણ આપનારા ટ્રમ્પે નરેન્દ્ર મોદીને આમંત્રણ નથી આપ્યુ. નમસ્તે ટ્રમ્પ કરનારા નરેન્દ્ર મોદી માટે આ મોટો ઝટકો છે.

જણાવી દઈએ કે, સપ્ટેમ્બરમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ યુએસ રાષ્ટ્રપતિ પદની રેસમાં હતા ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હાજરી આપવા માટે ન્યૂયોર્ક ગયા હતા. આ સમયે ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સમાં વડા પ્રધાન મોદીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ટ્રમ્પનું માનવું હતું કે મોદી સાથેની હાઇ-પ્રોફાઇલ મુલાકાત તેમની ચૂંટણી છબીને મજબૂત બનાવી શકે છે.
આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જાવિયર મિલી, હંગેરીના વડા પ્રધાન વિક્ટર ઓર્બન અને ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની જેવા વૈશ્વિક નેતાઓ કાં તો ટ્રમ્પને ટેકો આપી રહ્યા હતા અથવા તેમને મળી રહ્યા હતા. મોદી સાથેની મુલાકાત ટ્રમ્પના સમર્થકો અને સામાન્ય અમેરિકન જનતાને મોટો સંદેશ આપે તેમ હતી.
ટ્રમ્પે મોદીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે ભારતીય રાજદ્વારીઓ સામે મુશ્કેલ પ્રશ્ન ઉભો થયો. 2019 માં હાઉડી મોદી કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પની પરોક્ષ ચૂંટણી લીડને રાજદ્વારી ભૂલ માનવામાં આવી હતી.
આ પછી ભારતીય વિદેશ મંત્રાલયે નિર્ણય લીધો કે અમેરિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોથી અંતર જાળવી રાખવું ભારતના લાંબા ગાળાના હિતમાં રહેશે. જો મોદી ટ્રમ્પને મળ્યા હોત અને કમલા હેરિસ ચૂંટણી જીત્યા હોત તો ભારત-અમેરિકા સંબંધો પર તેની નકારાત્મક અસર પડી હોત. આ જ કારણ હતું કે મોદી ટ્રમ્પને મળ્યા નહીં.
ટ્રમ્પ આ વાતથી નાખુશ હતા કે મોદી સાથેની મુલાકાત તેમને ચૂંટણીમાં ફાયદો આપી શકી હોત, પરંતુ ભારતે તે ટાળ્યું. જો કે, ટ્રમ્પ ચૂંટણી જીતી ગયા અને હવે તેઓ ફરીથી રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. ટ્રમ્પે શપથ ગ્રહણ સમારોહમાં મોટાભાગે એવા નેતાઓને આમંત્રણ આપ્યું છે અને નરેન્દ્ર મોદીને બાકાત રાખ્યા છે.












Click it and Unblock the Notifications
