For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fact Check: શું કોરોના વેક્સીન લેવાથી માનવ DNA બદલાઈ જશે? જાણો દાવાનું સત્ય

Fact Check: શું કોરોના વેક્સીન લેવાથી માનવ DNA બદલાઈ જશે? જાણો દાવાનું સત્ય

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીથી નિપટવા માટે દુનિયાભરના દેશોને કોવિડ 19 વેક્સીનનો આતુરતાથી ઈંતેજાર છે. કેટલાય દેશના વૈજ્ઞાનિકો આ દિશામાં સતત કામ કરી રહ્યા છે, કેટલીક વેક્સીને ટ્રાયલ દરમ્યાન કોરોના સામે અસરકારક રિઝલ્ટ આપ્યાં છે. એક તરફ જ્યાં બધા કોરોના વેક્સીનનો ઈંતેજાર કરી રહ્યા છે ત્યાં બીજી તરફ સોશિયલ મીડિયા પર વેક્સીનને લઈ અજીબોગરીબ દાવા કરવામાં આવી રહ્યા છે. કોરોના વેક્સીનને લઈ હાલ એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે જેમાં કોરોના વેક્સીન લેવાથી માનવ શરીરના ડીએનએ બદલાઈ શકે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

fact check

કોરોના વાયરસથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે, અને લોકો જલદીમાં જલદી આ મહામારીથી છૂટકારો મેળવવા માંગે છે, એવામાં લોકો વેક્સીન વિશે વધુમાં વધુ જાણકારી ઈન્ટરનેટ પર સર્ચ કરી રહ્યા છે. એવામાં કેટલાક સોશિયલ મીડિયા પર કોરોના વેક્સીનને લઈ લોકોમાં ખોટી ધારણા ફેલાઈ રહે છે. વાયરલ થયેલ વીડિયો સાથે એક પોસ્ટ પણ શેર કરવામાં આવી છે, જેમાં પ્રસૂતિ- સ્ત્રીરોગ નિષ્ણાંત ડૉ ક્રિસ્ટિયન નૉર્થરૂપના હવાલેથી દાવો કરવામાં આવ્યો કે આવનાર Covid-19 Vaccine માનવ ડીએનએને બદલી નાખશે.

સોશિયલ મીડિયા પર 37 મિનિટ લાંબા ઈન્ટર્વ્યૂનો માત્ર નાનો એવો ભાગ 4 મિનિટ લાંબો વીડિયો શેર કર્યો છે. જો કે વીડિયોમાં જોકે જોઈ શકાય છે કે ડૉ નૉર્થરૂપે પોતાના દાવાને સાબિત કરવા માટે એકેય પ્રમાણ રજૂ નથી કર્યાં. નિષ્ણાંતો મુજબ mRNA તમારા શરીરમાં એક મેસેંજર RNA અણુને રજૂ કરવાનું કામ કરે છે, જેનાથી કોશિકાઓ એક પ્રોટીનનું ઉત્પાદન કરે છે. આ SARS-CoV-2 સાથે મળી આવતું જ એક વાયરલ પ્રોટીન છે. વેક્સીન આ વાયરલ પ્રોટીનને ઓળખે છે અને તેની વિરુદ્ધ એક પ્રતિરક્ષા પ્રતિક્રિયાને અંજામ આપે છે. મુખ્યરૂપે તે નુકસાનકારક વાયરસ સામે એક એન્ટીબૉડી ઉત્પન્ન કરે છે.

Fact Check: શું મોદી સરકાર મહિલાઓના ખાતામાં જમા કરી રહી છે 1 લાખ રૂપિયા?Fact Check: શું મોદી સરકાર મહિલાઓના ખાતામાં જમા કરી રહી છે 1 લાખ રૂપિયા?

નિષ્ણાંતો મુજબ દાવો ખોટો સાબિત થયો છે. કોરોના વાયરસ વેક્સીન માનવ ડીએનએને નહિ બદલે. પીઆઈબી ફેક્ટ ચેકે પોતાના વાયરલ વીડિયોને લઈ લોકોની ચિંતા દૂર કરી છે. PIBએ વીડિયો અને પોસ્ટનો સ્ક્રીનશૉટ શેર કરતા કહ્યું કે વાયરલ થઈ રહેલો આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. વેક્સીન માનવ ડીએનએ નહિ બદલે, આવા એકેય દાવાને સત્ય માનવાની ભૂલ ના કરો.

Fact Check

દાવો

કોરોના વેક્સીનથી માનવ ડીએનએ બદલાઈ જશે

નિષ્કર્ષ

કોરોના વેક્સીનને ડીએનએ સાથે કોઈ સંબંધ નથી

રેટિંગ

False
ફેક્ટ ચેક માટે તમારી રિક્વેસ્ટ મોકલો. [email protected] પર મેઈલ કરો
English summary
corona vaccine will not alter human DNA, fake claim in video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X