ફેક્ટ ચેકઃ શું કોરોના પૉઝિટીવ છે દાઉદ ઈબ્રાહીમ અને તેની પત્ની? ભાઈ અનીસે આપ્યો જવાબ
કોરોના વાયરસ મહામારીના કારણે અત્યારે દુનિયાના મોટાભાગના દેશોની હાલત ખરાબ છે. મહામારીના સતત વધતા સંક્રમણ વચ્ચે અફવાઓનુ બજાર પણ ગરમ છે. હાલમાં જ ભારતના મોસ્ટ વૉન્ટેડ અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહીમ અને તેનો પરિવાર કોરોના પૉઝિટીવ હોવાના સમાચાર સામે આવ્યા છે પરંતુ આ દાવામાં કેટલી સચ્ચાઈ છે તેની પુષ્ટિ કોઈએ નથી કરી. અહીં સુધી કે ખુફિયા એજન્સીઓના રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યુ છે કે ભારતના મોસ્ટ વૉન્ટેડ ભાગેડુ દાઉદ ઈબ્રાહીમ અને તેની પત્નીમાં કોરોના પૉઝિટીવ જોવા મળ્યો છે અને તે કરાંચીમાં સેનાની હોસ્પિટલમાં પોતાનો ઈલાજ કરાવી રહ્યો છે.

વાયરલ થયા દાઉદના કોરોના પૉઝિટીવ હોવાના સમાચાર
અડંરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહીના કોરોના વાયરસ સંક્રમિત થયાના સમાચાર ભારતમાં આગની જેમ ફેલાઈ ગયા. સોશિયલ મીડિયા પર દાઉદ વિશે ઘણા યુઝર્સે પોતાની પ્રતિક્રિયા આપી છે. જો કે શનિવારે ડી-કંપનીમાં દાઉદના સહયોગી અને તેનો ભાઈ અનીસ ઈબ્રાહીમે ડૉનના સંક્રમિત થવાના સમાચારોનુ ખંડન કર્યુ છે. તેણે દાઉદ અને તેની પત્નીના કોરોના પૉઝિટીવ હોવાના કોઈ પણ રિપોર્ટથી ઈનકાર કરી દીધો છે.

ભાઈ અનીસ ઈબ્રાહીમે જણાવ્યુ સત્ય
સમાચાર એજન્સી આઈએનએસે અનીસના હવાલાથી કહ્યુ છે કે તેમનો ભાઈ દાઉદ અને આખો પરિવાર કોરોના વાયરસથી પ્રભાવિત નથી અને પોતાના ઘરે છે. જો કે આ દરમિયાન તેણે સંયુક્ત આરબ અમીરાત અને પાકિસ્તાનમાં વ્યવસાય ચલાવવાની વાત સ્વીકારી છે. તમને જણાવી દઈએ કે ખુફિયા રિપોર્ટોમાં પહેલા કહેવામાં આવ્યુ હતુ કે દાઉદ અને તેની પત્નીને કોવિડ-19 ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે. રિપોર્ટોમાં એ પણ કહેવામાં આવ્યુ હતુ કે તેના અંગત સ્ટાફ અને ગાર્ડને પણ છુટ્ટી આપી દેવામાં આવી છે.

પાકિસ્તાનમાં છૂપાયો છે દાઉદ
યુએનનુ માનવુ છે કે દાઉદનો સંબંધ અલ કાયદા સાથે રહ્યો છે. યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ(યુએનએસસી) ની 1267 કમિટી તરફથી દાઉદ ઈબ્રાહીમને નવેમ્બર 2003માં ગ્લોલ ટેરરિસ્ટ ઘોષિત કરવામાં આવી ચૂક્યો છે. દર વખતે સમાચાર આવે છે કે દાઉદ કરાંચીમાં જ છે. પાકિસ્તાને વર્ષ 2010માં પાકિસ્તાની નાગરિક ગણાવીને તેનો પાસપોર્ટ પણ જારી કર્યો હતો. આ બધા બાદ પણ પાકે એફએટીએફની મીટિંગમાં ચર્ચા દરમિયાન તેનો ઉલ્લેખ કર્યો નહિ.

બુલેટ પ્રૂફ કારમાં સફર કરે છે દાઉદ ઈબ્રાહીમ
તમને જણાવી દઈએ કે દાઉદ ઈબ્રાહીમ વર્ષ 1993માં થયેલ બૉમ્બ બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ છે. આ હુમલામાં 200થી વધુ લોકોના મોત થઈ ગયા હતા. રાજધાની દિલ્લીમાં પણ ઈન્ટેલીજન્સ એજન્સીઓ અને કાઉન્ટર ટેરર ઑપરેટીવ્સનુ માનવુ છે કે દાઉદ, કરાંચીમાં આઈએસઆઈની સુરક્ષામાં રહી રહ્યો છે. તેમની પાસે ત્રણ બુલેટ પ્રૂભ ગાડીઓ છે અને તે ઘણીવાર તે ઈસ્લામાબાદ જતો-આવતો રહે છે. ગયા વર્ષે યુએન તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યુ હતુ કે દાઉદનો નવો પાસપોર્ટ રાવલપિંડીથી જારી કરવામાં આવ્યો છે. આ જગ્યાએ પાકિસ્તાન આર્મીનુ હેડક્વાર્ટર છે.
કોરોના ડેથ રેટ મામલે મુંબઈ નહિ આ શહેર છે ટૉપ પર, બેંગલુરુમા સૌથી ઓછા

Fact Check
દાવો
દાઉદ ઈબ્રાહિમને કોરોનાવાયરસ થયો હોવાના સમાચાર વહેતા થયા
નિષ્કર્ષ
દાઉદ ઈબ્રાહિમના ભાઈએ આ દાવાને પાયાવિહોણો ગણાવ્યો.