For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેક્ટ ચેકઃ શું ભારતમાં વેચાતી કેડબરી ચૉકલેટમાં બીફ હોય છે? જાણો સત્ય

કેડબરી ચૉકલેટમાં બીફ હોવાનો દાવો કરતી એક વેબસાઈટનો સ્ક્રીનશૉટ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર વાયરલ થઈ રહ્યો છે. જાણો આનુ સત્ય.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેડબરી ચૉકલેટમાં બીફ હોવાનો દાવો કરતી એક વેબસાઈટનો સ્ક્રીનશૉટ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર વાયરલ થઈ રહ્યો છે. આમાં કહેવામાં આવ્યુ છે કે જો કોઈ ઉત્પાદનમાં જિલેટિન નામક ઈન્ગ્રેડીયન્ટ હોય તો એનો અર્થ એ છે કે તેને ગૌમાંસનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યુ છે. વેબસાઈટ પરથી લેવામાં આવેલ સ્ક્રીનશૉટ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર જોરદાર શેર કરવામાં આવી રહ્યો છે.

chocolate

વેબસાઈટ પર મૂકેલ મેસેજમાં કહેવામાં આવ્યુ છે કે કૃપા કરીને ધ્યાન આપો, જો અમારા કોઈ પણ ઉત્પાદનની સામગ્રીમાં જિલેટિન હોય તો તે હલાલ પ્રમાણિત અને બીફમાંથી કાઢવામાં આવે છે. ભારતના લોકોને કેડબરીનો બહિષ્કાર કરવા માટે આહવાન કરવામાં આવે છે. ઘણા લોકોએ આ સ્ક્રીનશૉટને આ દાવા સાથે શેર કર્યો છે કે ભારતમાં વેચાતી કેડબરી ઉત્પાદનોમાં ગૌમાંસ મેળવવામાં આવ્યુ છે.

જો કે કંપનીએ આના પર જવાબ આપીને કહ્યુ છે કે આ સંપૂર્ણપણે ભ્રામક છે કારણકે આ ઉત્પાદન ભારત સાથે સંબંધિત નથી. કંપનીએ જણાવ્યુ કે ભારતમાં વેચાતી તેમની પ્રોડક્ટમાં બીફ કે કોઈ પણ પ્રકારના અન્ય માંસનો ઉપયોગ કરવામાં આવતો નથી. કંપનીએ લોકોને કોઈ પણ પ્રકારના મેસેજ આગળ શેર કરતા પહેલા તેમના સંબંધિત તથ્યોને વેરિફાઈ કરવાનો પણ અનુરોધ કર્યો છે.

આ સાથે જ કંપનીએ જોર આપીને આગળ કહ્યુ કે ચૉકલેટના રેપર પર લીલા રંગનુ સર્કલ દર્શાવે છે કે ભારતમાં નિર્મિત અને વેચાતા બધા ઉત્પાદનો 100 ટકા શાકાહારી છે. કેડબરીએ કહ્યુ કે તમે સારી રીતે જાણો છો કે આ પ્રકારની નકારાત્મક અને ભ્રામક પોસ્ટ અમારી સમ્માનિત બ્રાન્ડ અને મોટી બ્રાન્ડ પ્રત્યે ગ્રાહકોનો વિશ્વાસ ઘટાડી શકે છે.

Fact Check

દાવો

સોશિયલ મીડિયા પર એક મેસેજ ઝડપથી વાયરલ થયો જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેટબરી ચૉકલેટમાં બીફ હોય છે.

નિષ્કર્ષ

કંપનીએ આના પર જવાબ આપીને કહ્યુ છે કે આ સંપૂર્ણપણે ભ્રામક છે કારણકે આ ઉત્પાદન ભારત સાથે સંબંધિત નથી.

રેટિંગ

False
ફેક્ટ ચેક માટે તમારી રિક્વેસ્ટ મોકલો. [email protected] પર મેઈલ કરો
English summary
Fact check: Cadbury chocolates contain beef has been going viral on social media
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X