For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fact Check: 10 સેકન્ડ શ્વાસ રોકનારા કોરોનાથી થઈ જશે મુક્ત? જાણો સચ્ચાઈ

10 સેકન્ડ શ્વાસ રોકનારા કોરોનાથી થઈ જશે મુક્ત. આવો, જાણીએ કે પોતાના દ્વારા જ કરવામાં આવતા આવા કોરોના ટેસ્ટની સચ્ચાઈ શું છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના મહામારીના આ વિકટ સમયમાં સોશિયલ મીડિયામાં બચાવ, ઈલાજ અને ટેસ્ટ સંબંધિત ઘણી માહિતીઓ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ જ મેસેજમાંથી એક સંદેશ છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જો તમે 10 સેકન્ડ સુધી પોતાનો શ્વાસ રોકી શકતા હોય અને એ પણ કોઈ મુશ્કેલી વિના તો તેમને એ આશ્વાસન આપી શકાય છે કે તેમને કોરોના વાયરસ સંક્રમણ નથી. આવો, જાણીએ કે પોતાના દ્વારા જ કરવામાં આવતા આવા કોરોના ટેસ્ટની સચ્ચાઈ શું છે.

જાણો આ દાવાની સચ્ચાઈ

જાણો આ દાવાની સચ્ચાઈ

વિશેષજ્ઞો અનુસાર આ દાવો માત્ર એક મિથ છે જે લોકોને ભ્રમિત કરી શકે છે. વાસ્તવમાં, તમારા શ્વાસ રોકવાને કોરોના વાયરસ સાથે કોઈ લેવા-દેવા નથી અને આ વાયરસ માટે પોતાની તપાસ કરવાની કોઈ રીત નથી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કર્યા સાવચેત

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કર્યા સાવચેત

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યુ, 'ખોટી કે અધૂરી માહિતીના કારણે દર્દીના ઈલાજમાં વિલંબ થવાથી મોટી ચૂક કરાવી શકે છે. કોઈ પણ કોવિડ-19 લક્ષણોના મામલે ડૉક્ટરની સલાહ લો અને તરત જ તપાસ કરાવો.'

આ મેસેજ થઈ રહ્યા છે વાયરલ

આ મેસેજ થઈ રહ્યા છે વાયરલ

10 સેકન્ડ સુધી પોતાના શ્વાસ રોકીને કોરોના વાયરસ માટે જાતે ટેસ્ટ કરવાની રીત લોકોને ઈમેલ, મેસેજ અને સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરવામાં આવી રહી છે કે જો તમે 10 સેકન્ડ સુધી કોઈ મુશ્કેલી વિના પોતાના શ્વાસ રોકી શકો તો તમને કોરોના વાયરસનુ સંક્રમણ નથી.

ચૂંટણી પંચે 2મેથી વિજય સરઘસ અને ઉજવણી પર લગાવ્યો પ્રતિબંધચૂંટણી પંચે 2મેથી વિજય સરઘસ અને ઉજવણી પર લગાવ્યો પ્રતિબંધ

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ આને ગણાવ્યો હતો ફેક કોરોના ટેસ્ટ

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ આને ગણાવ્યો હતો ફેક કોરોના ટેસ્ટ

ગયા વર્ષે માર્ચમાં આ રીતની પોસ્ટને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના અભ્યાસમાં ખોટી ગણાવવામાં આવી હતી. પોસ્ટમાં એ પણ કહેવામાં આવ્યુ હતુ કે જ્યાં સુધી દર્દી હોસ્પિટલ પહોંચે ત્યાં સુધી કોરોના વાયરસ 50 ટકા ફાઈબ્રોસિસનુ કારણ બને છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ ટ્વિટ કર્યુ, કોવિડ-19 લક્ષણો વિશે ખોટી માહિતી અને સ્ટેનફોર્ડને આપેલ ખોટા વ્યવહાર અને ઈલાજ સોશિયલ મીડિયા અને ઈમેલ ફૉરવર્ડમાં પ્રસારિત થઈ રહ્યા છે.'

Fact Check

દાવો

કોઈ મુશ્કેલી વિના 10 સેકન્ડ સુધી શ્વાસ લેવાનો અર્થ છે કે તમે કોવિડ-19થી સંક્રમિત નથી.

નિષ્કર્ષ

આ પ્રામાણિક પેરામીટર નથી. કોઈ કોવિડ-19ના લક્ષણો મામલે ડૉક્ટરની સલાહ લો અને તપાસ કરાવો.

રેટિંગ

False
ફેક્ટ ચેક માટે તમારી રિક્વેસ્ટ મોકલો. [email protected] પર મેઈલ કરો
English summary
Fact Check: Holding your breathing for 10 seconds means you are free from corona. Know the fact here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X