Fact check : રેકોર્ડ રસીકરણની ખુશીમાં સરકાર 3 મહિનાનું ફ્રી રિચાર્જ આપી રહી છે?

સોશિયલ મીડિયા આજકાલ ફેક ન્યૂઝનું કેન્દ્ર બની રહ્યું છે. અહીં વાયરલ થતા દરેક સમાચાર, વીડિયો કે ફોટો સાચા નથી.

Fact check : સોશિયલ મીડિયા આજકાલ ફેક ન્યૂઝનું કેન્દ્ર બની રહ્યું છે. અહીં વાયરલ થતા દરેક સમાચાર, વીડિયો કે ફોટો સાચા નથી. આવી સ્થિતિમાં જરૂરી છે કે, આપણે આવી કોઈ અફવા કે સમાચાર પર આંધળો વિશ્વાસ ન કરીએ, જે પછીથી આપણા માટે ઘાતક સાબિત થઈ શકે.

નકલી સમાચાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાયરલ

નકલી સમાચાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાયરલ

આવા જ એક ફેક ન્યૂઝ આ દિવસોમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, રસીકરણ અભિયાનમાં રેકોર્ડસફળતા મેળવ્યા બાદ કેન્દ્ર સરકારે તમામ લોકોને 3 મહિનાનું ફ્રી રિચાર્જ આપવાની જાહેરાત કરી છે.

3 મહિનાનું રિચાર્જ ફ્રીમાં આપવાની જાહેરાત

3 મહિનાનું રિચાર્જ ફ્રીમાં આપવાની જાહેરાત

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવામાં કહેવામાં આવી રહ્યું છે કે, કેન્દ્ર સરકારે રેકોર્ડ રસીકરણ કરવાની ખુશીમાં તમામ ભારતીય યુઝર્સને 3 મહિનાનું ફ્રીરિચાર્જ આપવાની જાહેરાત કરી છે.

વાયરલ મેસેજમાં આગળ કહેવામાં આવ્યું છે કે, જો તમારી પાસે Jio, Airtel અથવા Viનું સિમ છે, તો તમે કેન્દ્ર સરકારનીશાનદાર ઓફરનો લાભ લઈ શકો છો.

વાયરલ મેસેજમાં એક લિંક આપવામાં આવી છે, જેના પર ક્લિક કરીને તમે તમારા રિચાર્જનો દાવો કરી શકો છો. આ ઓફર માત્ર20 ડિસેમ્બર સુધી જ માન્ય છે.

વાયરલ મેસેજનું સત્ય

વાયરલ મેસેજનું સત્ય કેન્દ્ર સરકારની ફેક્ટ ચેક ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે. PIB ફેક્ટ ચેક ટીમે જણાવ્યું છે કે, આ સંપૂર્ણપણે ખોટો દાવો છે.

સરકાર દ્વારાઆવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. લોકોએ આવા ફેક મેસેજથી સાવધાન રહેવાની જરૂર છે. આ પહેલા સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ પણયુઝર્સને ફેક મેસેજથી સાવધાન રહેવાની સલાહ આપી હતી.

એક ટ્વિટમાં COAIએ જણાવ્યું હતું કે, આવા ફેક મેસેજથી સાવધાન રહો. સરકાર કે ટેલિકોમ સર્વિસપ્રોવાઈડર્સ દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

Fact Check

દાવો

અસત્ય

નિષ્કર્ષ

સમાચાર ખોટા છે.

રેટિંગ

Misleading
ફેક્ટ ચેક માટે તમારી રિક્વેસ્ટ મોકલો. [email protected] પર મેઈલ કરો
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X