Fact Check: ભગવાન રામની મૂર્તિ તોડવાનો વીડિયો મીરા રોડનો છે? તપાસમાં બહાર આવી ચોંકાવનારી વિગત
Lord Ram Statue Vandalising Video: ભગવાન રામની વિશાળ મૂર્તિ પર ચડી તેને તોડવાનો પ્રયાસ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના કથિત રીતે ઠાણેના મીરા રોડમાં થઈ હોવાનુ કહેવામાં આવી રહ્યુ છે.
તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ બાદ મીરા રોડ પર સાંપ્રદાયિક તણાવ વધી ગયો હતો.

જો કે, ઈન્ડિયા ટુડેએ કરેલી તપાસમાં જાણવા મળ્યુ કે વાયરલ થયેલ આ વીડિયો મીરા રોડનો નહિ પરંતુ અયોધ્યાનો છે. વાસ્તવમાં, જગદગુરુ રામભદ્રાચાર્યના 75માં જન્મદિવસ પર 14થી 22 જાન્યુઆરી સુધી અયોધ્યામાં અમૃત મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
વાયરલ વીડિયોની મૂર્તિ મહોત્સવના સ્થળ પર રામચરિતમાનસથી પ્રેરિત થીમ પાર્કનો હિસ્સો હતી. વળી, ઉત્તર પ્રદેશ પોલિસના સોશિયલ મીડિયા સેલ પ્રભારીએ જણાવ્યુ કે વાયરલ વીડિયોમાં મૂર્તિ તોડનાર વ્યક્તિ મુખ્તાર અલી મંડલ છે. જે અમૃત મહોત્સવ કાર્યક્રમ દરમિયાન નશાની હાલતમાં ભગવાન રામની મૂર્તિ પર ચડી ગયો.
લોકોએ તેને આમ ન કરવા સમજાવ્યો ત્યારે કહ્યુ કે તે બાબરી મસ્જિદના વિનાશનો બદલો લેવા માંગતો હતો એટલે તેણે આમ કર્યુ. વળી, તેણે સમજાવનાર વ્યક્તિ પર ચાકૂથી હુમલો પણ કરી દીધો. હાલમાં આરોપીની ધરપકડ કરી તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
Shame on these cuslims #मीरा_रोड pic.twitter.com/Pj4hwaU5SL
— ²-𝚜𝚝𝚘𝚛𝚖🚩 (@Harmystorm1) January 22, 2024

Fact Check
દાવો
ભગવાન રામની મૂર્તિ તોડનાર વ્યક્તિનો વીડિયો મીરા રોડનો છે.
નિષ્કર્ષ
ભગવાન રામની મૂર્તિ તોડનાર વ્યક્તિનો વીડિયો મીરા રોડનો નહિ અયોધ્યાનો છે.












Click it and Unblock the Notifications
