Fact Check : રાજ્યને મળશે પાંચ નવી મહાનગરપાલિકા? જાણો શું છે હકીકત
Fact Check : હાલ સોશિયલ મીડિયા પર એક સમાચાર વાયરલ થઇ રહ્યા છે. આ સમાચાર મુજબ, રાજ્યમાં વધુ પાંચ શહેરને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો મળશે. જેમાં નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબી નગરપાલિકાને મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવામાં આવશે.
બુધવારના રોજ મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. આ નવી પાંચ મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યરત થતાની સાથે જ ગુજરાતમાં કુલ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંખ્યા 13 થશે.

જે બાદ રાજ્ય સરકાર દ્વારા આ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં સરકારે જણાવ્યું છે કે, ગુજરાતની પાંચ નગરપાલિકાઓને મહાનગર પાલિકા તરીકે અપગ્રેડ કરવામાં આવેશે, તેવા જે સમાચારો મીડિયામાં પ્રસિદ્ધ થઈ રહ્યા છે, તેમા કોઈ તથ્ય કે સત્યતા નથી.
શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારે આ સંદર્ભમાં સ્પષ્ટતા કરતા જણાવ્યુ છે કે, રાજ્ય મંત્રી મંડળની મળેલી કેબીનેટ બેઠકમાં આવો કોઈ નિર્ણય લેવાયો નથી કે, કેબીનેટના એજંડામાં આ બાબત ચર્ચામાં લેવામા આવેલી પણ નથી.

Fact Check
દાવો
રાજ્યમાં નવી પાંચ મહાનગર પાલિકા બનશે
નિષ્કર્ષ
શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિનીકુમારે આ સંદર્ભમાં સ્પષ્ટતા કરતા જણાવ્યુ છે કે રાજય મંત્રી મંડળની મળેલી કેબીનેટ બેઠકમાં આવો કોઈ નિર્ણય લેવાયો નથી કે કેબીનેટના એજંડામાં આ બાબત ચર્ચામાં લેવામા












Click it and Unblock the Notifications
