For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભૂત અને આત્માઓ સાથે જોડાયેલી 10 રોચક વાતો

|
Google Oneindia Gujarati News

વાત હોય શેક્સપિયરની જાણીતી નોવેલ મૈકબિથની કે પછી ધાર્મિક પુસ્તક બાઇબલની આ પુસ્તકોમાં તમને ભૂત અને આત્માઓ વિષે અનેક રોચક માહિતી મળશે. એટલું જ નહીં આ વિષય જ એવો છે કે તેની પર અત્યાર સુધીમાં વિવિધ સાહિત્યમાં અનેક રોચક માહિતીઓ અને જાણકારી લખવામાં આવે છે. કેટલીક વાર તો, આવી વાર્તાઓ બેસ્ટ સેલર પણ બને છે.

તો વળી આજ વિષય પર આજદિન સુધી અનેક સુપરહિટ ફિલ્મો પણ બની ચૂકી છે. જો કે કોઇ આવા વાતોને માને છે તો કોઇ નહીં. પણ એક વાત તો સો ટકા સાચી છે કે આવી અજાણી, વિજ્ઞાનની સીમાની બહારની વસ્તુઓ જાણવાની મઝા બહુ આવતી હોય છે.

ત્યારે આજે અમે તમને આવી જ કેટલીક રમૂજી અને રોચક માહિતીઓ આપવાના છીએ ભૂત અને આત્માઓ વિષે. જુઓ આ ફોટોસ્લાઇડર...

રાતના જ કેમ?

રાતના જ કેમ?

કહેવાય છે કે આત્માઓ રાતના સક્રિય હોય છે. જો કે આ વાત ખૂબ જ નવાઇ ભરેલી છે કે દિવસમાં તે કેમ અસક્રિય હોય છે અને રાતના જ કેમ સક્રિય હોય છે? કે પછી નિરવ શાંતિમાં તેમના હોવાનો અહેસાસ થાય છે?

અલગ અલગ રૂપ

અલગ અલગ રૂપ

ભૂતો અને આત્માઓના અનેક સ્વરૂપ હોય છે. તેમના કોઇ આકાર નથી હોતો. ક્યારેક તે સફેદ કપડામાં દેખાય છે તો ક્યારેક તે પડછાયાના રૂપમાં.

ભૂત

ભૂત

કહેવાય છે કે બાળકો અને પ્રાણીઓને સૌથી વધારે ભૂત દેખાય છે.

બ્લુ રોશની

બ્લુ રોશની

જો મીણબત્તી ચાલુ હોય અને અચાનકથી જ તે બ્લુ થઇને ઓલવાઇ જાય તો મનાય છે કે ત્યાં ભૂત છે.

સારી આત્માઓ

સારી આત્માઓ

કેટલીક આત્માઓ સારી પણ હોય છે. અને તે આપણને મદદ પણ કરે છે. તેવું પણ મનાય છે.

આલ્બર્ટ આઈન્સ્ટાઈન

આલ્બર્ટ આઈન્સ્ટાઈન

આલ્બર્ટ આઈન્સ્ટાઈને આ વિષે શોધ કરી હતી. તેમનું માનવું હતું કે એનર્જી ક્યાંય નથી જતી. બસ તેનું સ્વરૂપ બદલાય છે.

ઇજિપ્ત

ઇજિપ્ત

આલ્બર્ટ આઈન્સ્ટાઈન જ નહીં ઇજિપ્તના લોકોએ પણ આ વાત વર્ષો પહેલા કહી હતી કે મૃત્યુ બાદ પણ જીવન છે. અને ખાલી તેનું સ્વરૂપ બદલાય છે.

વાઇટ હાઉસ

વાઇટ હાઉસ

કહેવાય છે કે વાઇટ હાઉસ બહુ બધા ભૂતોનું ઘર છે. અહીંના પૂર્વની તરફ આવેલા કક્ષમાં અબીગલી એડમની આત્મા ભટકે છે. જે આ જગ્યાએ કપડા સૂકવતી હતી.

રોઝ ગાર્ડન

રોઝ ગાર્ડન

વુડ્રો વિલ્સનના શાસન દરમિયાન ડોલ્લે મૈડિસન રોઝ ગાર્ડનના માળીઓને તેનું ગાર્ડનનું કામ સોંપતી હતી. કહેવાય છે કે હજી પણ ડોલ્લેની આત્મા અહીં ભટકે છે. અને અહીં કામ કરતા લોકોને દેખાય છે.

અબ્રાહમ લિંકન

અબ્રાહમ લિંકન

કેટલાક લોકોનું કહેવું છે કે રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનની આત્મા વ્હાઇટ હાઉસમાં ભટકે છે. કેટલાક લોકોએ તો આ અંગે મોટા દાવા પણ કર્યા છે. એટલું જ નહીં નેંધરલેન્ડની રાણી પણ એક વાર લિંકનને જોયાની વાતની પુષ્ટિ કરી હતી. એક વાર તેના દરવાજા પર કોઇએ દસ્તક દીધી તેણે જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે ત્યાં લિંકનનું ભૂત તેને જોવા મળ્યું હતું.

English summary
In survey after survey, it becomes apparent that some 45 percent of the population believe in ghosts, spirits and paranormal activity. Here are some fun stories and beliefs around ghosts and spirits.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X